અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની સચ્ચાઈ, અઢી વર્ષના કાર્યકાળમાં 10 હજાર વધુ જૂઠ્ઠાણાંનો “રેકોર્ડ”
નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચેની પહેલી મુલાકાત ચર્ચામં છે. આ મુલાકાતનું ચર્ચાં આવવાનું કારણ કાશ્મીર મુદ્દો છે. પાકિસ્તાન દરેક મંચ પર કાશ્મીરનો મામલો ઉઠાવતું રહે છે. આ કડીમાં ટ્રમ્પ સાથેની મુલાકાતમાં પણ ઈમરાન ખાને રાગ કાશ્મીર આલાપ્યો હતો. ટ્રમ્પન દાવો હતો કે પીએમ મોદીએ તેમને મધ્યસ્થતા માટે જણાવ્યું હતું. જો કે ટ્રમ્પના દાવા પર વ્હાઈટ હાઉસે સ્પષ્ટીકરણ આપ્યું છે. તો ભારતીય વિદેશ મંત્રાલયે પણ ટ્રમ્પના દાવાને રદિયો આપીને નારાજગી વ્યક્ત કરી છે. સંસદમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે સત્તાવાર નિવેદનમાં આના સંદર્ભે ફોડ પાડીને ટ્રમ્પના દાવાને રદિયો આપ્યો છે. ભારતે દ્વિપક્ષીય મામલામાં ત્રીજા દેશનો હસ્તક્ષેપ મંજૂર નહીં હોવાનું પણ જણાવ્યું છે.
જો કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને એક અહેવાલમાં દાવો કરાયો છે કે યુએસના પ્રેસિડેન્ટે પોતાના આ કાર્યકાળમાં જ દશ હજારથી વધુ જૂઠ્ઠાણા ચલાવ્યા છે. જો તેમના સત્તા સંભાળ્યા બાદ ડિસેમ્બર – 2018 સુધીની વાત કરવામાં આવે તો તેમના જૂઠ્ઠાણાનો આંકડો આઠ હજારથી વધારે છે. આ રિપોર્ટ વોશિંગ્ટન પોસ્ટના ફેક્ટ ચેકરના નામથી જાહેર કરવામાં આવ્યો છે. તેમા કહેવામાં આવ્યું છે કે ગત વર્ષ ટ્રમ્પે દરરોજ અંદાજે 17 જૂઠ્ઠાણાં બોલ્યા હતા. આ રિપોર્ટ બેહદ ચોંકાવનારો છે. રિપોર્ટ મુજબ, પહેલા વર્ષની સરખામણીમાં ટ્રમ્પે બીજા વર્ષે વધુ જૂઠ્ઠાણા કહ્યા હતા. જ્યાં સુધી ફેક્ટ ચેકરની વાત છે, તો ઉલ્લેખનીય છે કે આ રાષ્ટ્રપ્રમુખ દ્વારા આપવામાં આવેલા નિવેદનોના વિશ્લેષણ અને તથ્યોની ચકાસણી બાદ કોઈ પરિણામ પર પહોંચે છે અને રિપોર્ટ જાહેર કરે છે.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પોતાના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ જૂઠ્ઠાણાં ઈમિગ્રેશનના મામલે બોલ્યા છે. તેના પછી વિદેશ નીતિ, વેપાર, ઈકોનોમી, નોકરીઓ અને અન્ય મામલા છે. ફેક્ટ ચેકર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે સૌથી વધુ ખોટું રેલીઓમાં જણાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીની તપાસ કરવાના મુદ્દા પર જ તેઓ લગભગ 200 વખત પોતાના નિવેદનોને બદલી ચુક્યા છે અથવા આ સંદર્ભે ખોટું બોલ્યા છે. ટ્રમ્પે ફેબ્રુઆરી – 2017ના એક ટ્વિટને લઈને પણ ફેક્ટ ચેકરે સચ્ચાઈ ઉજાગર કરી હતી. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રેગનની સાથે પોતાની તસવીરને ટ્રમ્પે ટ્વિટ કરી હતી. આ તસવીર પર રેગન તરફથી લખવામાં આવ્યું હતું કે ટ્રમ્પ સાથે હાથ મિલાવતા તેમને એવું લાગ્યું કે તે ભવિષ્યના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સાથે હાથ મિલાવી રહ્યા હોય.
ફેક્ટ ચેકર પ્રમાણે, આ તસવીર એક રિસેપ્શન દરમિયાન ખેંચવામાં આવી હતી. પરંતુ તેમા જે લખવામાં આવ્યું હતું તે સાચું નથી. 18 માસમાં ડોનાલ્ડ ટ્રમ્પના 13 લાખ 40 હજાર 330 શબ્દ બોલ્યા છે. તેમાથી 5.1 ટકા ભાગ ખોટો હતો. 2017માં સરેરાશ લગભગ દરરોજ 2.1 ખોટા દાવા ટ્રમ્પે કર્યા છે. જો કે 2018માં તેની સરેરાશ વધીને 5.1 થઈ હતી. આનો અર્થ છે કે ટ્રમ્પ જે પણ કહે છે, તેમના દર 14 શબ્દોમાંથી એક શબ્દ ખોટો હોય છે.