ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ નાની ઉંમરે રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. કિંજલ દવેએ આજે કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. કિંજલે પોતાના ફેસબુક પર ફોટો શેર કરીને આ માહિતી આપી છે.
‘ચાર ચાર બંગડીવાળી ગાડી લઇ દઉં’ ગીતથી ફેમ બનેલી ગુજરાતની યુવા ગાયિકા કિંજલ દવે સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. કિંજલે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.
કિંજલ દવેએ ફેસબુક પોસ્ટ કરતા લખ્યું કે, ‘કેસરીયો, કમળ અને વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશાથી જ દેશની 125 કરોડ જનતાના હૃદયમાં છે, ત્યારે ભાજપના સદસ્યતા અભિયાન હું કિંજલ દવે આજે શ્રીકમલમ ખાતે ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીના હાથે ભાજપનો ખેસ ધારણ કરી મારૂ સભ્યપદ સદસ્યતા અભિયાનમાં નોંધાયું છે. હું પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ આદરણીય શ્રી ભરતભાઇ પંડ્યાનો આભાર માનું છું. તેમજ ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલીથી પ્રભાવિત તમામ મારા ચાહકો અને મિત્રોને આ સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે આગ્રહ કરું છું.’
કિંજલ દવેએ ફેસબુક પર ભાજપના સદસ્યતા પદ મેળવ્યાનો પણ ફોટો શેર કર્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, સાથે આવો દેશ બનાવીએ.