1. Home
  2. revoinews
  3. કેરળ-કર્ણાટક સહિત 5 રાજ્યોમાં પૂરઃરેસ્ક્યૂ માટે સેના અને વાયૂસેના ખડેપગે
કેરળ-કર્ણાટક સહિત 5 રાજ્યોમાં પૂરઃરેસ્ક્યૂ માટે સેના અને વાયૂસેના ખડેપગે

કેરળ-કર્ણાટક સહિત 5 રાજ્યોમાં પૂરઃરેસ્ક્યૂ માટે સેના અને વાયૂસેના ખડેપગે

0
Social Share

દેશના કેટલાક રાજ્યોમાં ભાsર વરસાદના કારણે પૂરની સ્થિતી જોવા મળી છે, સતત વરસતા વરસાદને લઈને તબાહી સર્જાય છે,કેરળ થી લઈને કર્ણાટક અને મધ્ય પ્રદેશ થી લઈને મહારાષ્ટ્ર સુધીના રાજ્યોના કેટલાક જીલ્લાઓમાં પુરના કારણે તબાહી ફેલાઈ છે, જ્યા એનડીઆરએફની ટીમ બચાવકાર્યમાં લાગી છે તો બીજી બાજુ  મહારાષ્ટ્રમાં નૌકાદળની સેના અને કેરળ તથા કર્ણાટકમાં સેના તથા વાયૂસેનાના જવાનોને મદદ માટે બાલાવવામાં આવ્યા છે. આ સમયે ઉત્તર દક્ષિણ સુધીના પૂરમાં કેરળમાં સૌથી વધુ પૂર જોવા મળ્યું છે ત્યારે આ તબાહીએ 14 લોકોના જીવ લીધા છે.

કેરળ અને કર્ણાટક પૂર જાનલેવા બન્યું છે, પૂરના કારણે કોચ્ચી એરપોર્ટ રવિવાર સુધી બંધ રાખવામાં આવ્યું છે, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઓડિશા રાજ્યના મોટા પ્રમાણના વિસ્તાર પાણીમાં ડૂબ્યા છે,કર્ણાટકના બેલગામમાં 3 હેલિકોપ્ટર રેસ્ક્યૂ માટે કાર્યરત છે.

કેરળના ઈડુકી, વાયનાડ,કોડીકોડ,મલ્લાપુરમ જીલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે ,આવનારા બે દિવસ સુધી હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,ત્યારે કેટલાક બીજા રાજ્યોને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે, એનડીઆરએફની ટીમ મારફત લોકોને બચાવવાનું કાર્ય શરુ છે.

પૂરની પરિસ્થિતીને પહોંચી વળવા કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને એક બેઠક બોલાવી હતી, રાહત અને બચાવકાર્ય માટે એનડીઆરએફની અન્ય 10 ટીમને પણ તૈનાત કરવામાં આવી હતી ત્યારે 11 ઓગસ્ટ સુધી કોચ્ચી એરપોર્ટ પણ બંધ રાખવામાં આવ્યું છે.

કેરળમાં કુલ 1385 રાહત શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, અધિરાકીઓ પૂરની પરિસ્થિતી પર નજર રાખી રહ્યા છે, હવામાનના રેડ એલર્ટ જાહેર કરવાથી વાયનાડમાં સેનાને ઉતારવાનો નિર્ણય લોવામાં આવ્યો છે,સેના પૂર પિડીતો માટે રેસ્ક્યૂ કરશે, કેરળમાં પુરના કારણે સ્કુલ અને કૉલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.હવામાન વિભાગે કર્ણાટકના દક્ષિણ કન્નડ જીલ્લામાં ચોમાસાનો સૌથી વધુ વરસાદ અને પવનની આગાહીના કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે, રેડ એલર્ટ જાહેર કરવાનો અર્થ છે કે હજુ વધુ હવામાન ખરાબ થવાની શક્યતાઓ છે.

મધ્ય પ્રદેશમાં પણ પૂરનુ કહેર યથાવત છે, લોકોના ખેતરના પાક, મકાનો,દુકાનો સહિતનો ્નેય ઘરવખરીનો સામાન બધુ જ તબાહ થઈ ચુક્યું છે .મધ્ય પ્રદેશમાં આવેલા આ જળપ્રલયે તાંડવ મચાવ્યું છે,પાણીનું સ્તર એટલા પ્રમાણમાં છે કે દરેક ચીજ વસ્તુ તેમા વહેતી થઈ જાય છે .અત્યાર સુધી આ પ્રલયે ઘણું મોટુ નુકશાન કર્યું છે વરસતા વરસાદની ખુબ માઠી અસર જોવા મળી છે,છિંદવાડાની હાલત પણ ખરાબ જોવા મળી છે, પૂરમાથી લોકોને બચાવવામાં આવી રહ્યા છે પરિસ્થિતી વધુને વધુ કથળી રહી છે.

મહારષ્ટ્રની કેટલીક નદીઓનું જળસ્તર વધ્યું છે, જેના કારણે એલર્ટનું સાયરન વગડી રહ્યું છે, કેટલાક વિસ્તારોમાં નૌસેનાને તૈનાત કરવામાં આવી છે ત્યારે મુખ્યમંત્રી ફડણવીસે હવાઈ સર્વે કરીને પરિસ્થિતીની જાણકારી મેળવી છે. કેટલીક નદીઓ જળસ્તરના ખતરાના નિશાન વટાવી ચુકી છે. 150થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે, હજારો લોકો હાલ પણ પાણીમાં ફસાયા છે, એનડીઆરએફની ટીમે હાલ સુધી 3500 લોકોને રેસ્ક્યૂ કરીને સલામત જગ્યાએ ખસેડ્યા છે,અહિ વધતી જતી પૂરની સ્થિતીને લઈને સતત રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

ત્યારે ઓડિશા રાજ્યમાં પણ પૂરના કારણે ભયનો માહાલ સર્જાયો છે, રસ્તાઓની સાથે સાથે રેલ પટાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે ,વાહન વ્યવહાર ઠપ્પ છે, રાજધાની ભૂનેશ્વરીમાં તો ચારે બાજુ માત્ર પાણીને પાણીજ નજરે આવે છે જ્યા વિતેલા દિસવોમાં વાહન વ્યવહાર ચાલતો હતો ત્યા આજે દરેક જગ્યોઓ પર નાવડી ચલાવવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code