કેરળના ગુરુવયૂરના શ્રીકૃષ્ણ મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદીએ કહ્યુ, નકારાત્મકતાને દેશે નકારી
તિરુવનંતપુરમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેરળના ગુરુવાયુરપ્પન (શ્રીકૃષ્ણ) મંદિરમાં પૂજા-અર્ચના માટે પહોંચ્યા હતા. તેઓ મંદિરની પરંપરાગત વેશભૂષામાં દેખાયા હતા. ભાજપના કાર્યકર્તાઓને અભિનવ સભામાં તેમણે કહ્યુ હતુ કે અમે માત્ર ચૂંટણી રાજકારણ માટે મેદાનમાં નથી, પંરતુ જનસેવા અમારું લક્ષ્ય છે. ભલે અહીં અમારું ખાતું ખોલ્યું નથી. પરંતુ જનતાનો આભાર માનવા માટે અહીં આવ્યો છું. આ અમારા વિચાર અને અમારા સંસ્કાર છે.
મોદીએ કહ્યુ છે કે ચાહે ગુરુવાયૂર હોય અથવા દ્વારકાધીશ. ગુજરાતના લોકોનો તમારી સાથે ખાસ સંબંધ છે. અહીંના નાગરિકોનું અભિનંદન કરું છું. તમે લોકશાહીમાં ઉત્સાહભેર ભાગ લીધો. રાજકય પક્ષો અને પોલિટિકલ પંડિત જનતાના મિજાજને ઓળખી શક્યા નહીં. સર્વે એજ્સી પણ આમ તેમ થતી રહી. પરંતુ જનતાએ પોતાનો અભિપ્રાય આપ્યો. ઘણાં પંડિતોને વિચાર આવતો હશે કે કેરળમાં મોદીનું ખાતું પણ ખુલ્યું નથી અને લોકોને ધન્યવાત આપવા કેરળ આવ્યા છે. પરંતુ આ અમારા સંસ્કાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે જેમણે અમને જીતાડયા અને જે ચુક થઈ છે તે પણ અમારી છે. કેરળ પણ એટલું જ મારું છે, જેટલું વારાણસી છે. જીત બાદ દેશના 130 કરોડ લોકોની જવાબદારી અમારી છે. ભાજપના કાર્યકર્તાઓ માત્ર ચૂંટણીના રાજકારણ માટે મેદાનમાં હોતા નથી. અમે લોકો 365 દિવસ પોતાના રાજકીય ચિંતનના આધારે જનતાની સેવામાં જોડાયેલા રહીએ છીએ. અમે માત્ર સરકાર નહીં દેશ બનાવવા માટે આવ્યા છીએ.
તેમણે કહ્યુ હતુ કે કેરળ હેરિટેઝ ટૂરિઝ્મનું ઘણું મોટું ડેસ્ટિનેશન છે. અમે તેને જેટલી શક્તિ આપીશું, કેરળના ટૂરિઝ્મ માટે સારું રહેશે. ટૂરિઝ્મ રોજગારની સંભાવનાઓ લઈને આવે છે. ભાજપ અને એનડીએ સરકારે ટૂરિઝ્મને પ્રોત્સાહિત કરવા માટે ઘણાં ઈનિશિએટિવ લીધા છે. ટૂરિઝ્મ પાવર રેન્કિંગમાં ભારત ત્રીજા ક્રમાંકે પહોંચ્યું છે. ટૂરિઝ્મને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે કેરળમાં સાત પ્રોજેક્ટને શરૂ કર્યા છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે નાગરિકોને અપીલ છે કે નિપાહ વારયરનો સામનો કરવા માટે સ્વચ્છતા પ્રત્યે વધુ સજાગ રહે. ગરીબોને બીમારીને કારણે ઘર વેચવું પડે નહીં, તેના માટે સરકારે આયુષ્યમાન યોજના શરૂ કરી છે. પરંતુ દુર્ભાગ્યે આ લાભ કેરળના લોકોને મળી રહ્યો નથી. રાજ્ય સરકારે આ યોજનાને ચલાવવાનો ઈન્કાર કર્યો છે. હું કેરળ સરકારને આગ્રહ કરીશ કે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આપે. જેથી બીમારીનો સામનો કરી શકાય.
અધિકારીઓ પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ એક કલાક સુધી મંદિરમાં રોકાયા હતા. તેમણે ઘી, લાલ કેળા, કમલ ફૂળ સાથે તુલાભરમ અને ઘણી અન્ય વસ્તુઓનો ચઢાવો ચઢાવ્યો હતો. તેના પહેલા 2008માં મોદીએ આ મંદિરની મુલાકાત લીધી હતી. જ્યારે તેઓ બીજી વખત ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. મોદી પોતાના બીજા કાર્યકાળના પહેલા વિદેશ પ્રવાસ પર કેરળથી માલદીવ અને શ્રીલંકા રવાના થશે. રવિવારે પાછા ફરતી વખતે તેઓ આંધ્રપ્રદેશ પણ જશે અને તિરુપતિ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન પણ કરશે.
ગુરુવાયૂર શહેરમાં આવેલું ગુરુવાયુરપ્પન મંદિર લગભગ પાંચ હજાર વર્ષ જૂનું છે. તેને દક્ષિણનું દ્વારિકા પણ કહેવામાં આવે છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, મંદિર નિર્માણ દેવગુરુ બૃહસ્પતિએ કરાવ્યું હતું. 1638માં તેના કેટલાક ભાગનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ મંદિરમાં હિંદુઓ સિવાય અન્ય ધર્મોના લોકોને પ્રવેશ મળતો નથી.