Site icon hindi.revoi.in

વીઝા ફ્રી યાત્રા પર ભારત-પાકિસ્તાન સંમત, કરતારપુર કોરિડોર આખું વર્ષ રહેશે ખુલ્લો

Social Share

કરતારપુર કોરિડોર પર ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે ત્રીજા તબક્કાની વાટાઘાટો સમાપ્ત થઈ છે. ભારતના શીખ શ્રદ્ધાળુઓ હવે વીઝા વગર આખું વર્ષ કરતારપુર સાહિબાના દર્શન કરવા માટે જઈ શકશે. આ કોરિડોર દ્વારા ભારતીય મૂળના ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા કાર્ડ ધરાવતા લોકો પણ કરતારપુર સાહિબના દર્શન માટે આવન-જાવન કરી શકશે. બુધવારે અટારી બોર્ડર પર બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત થઈ છે. જો કે બે મુદ્દા એવા રહ્યા કે જેના પર બંને દેશો વચ્ચે સંમતિ સધાઈ નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી બાદ કરતારપુર કોરિડોર દ્વારા દરરોજ પાંચ હજાર શ્રદ્ધાળુ દર્શન માટે જઈ શકશે. ખાસ પ્રસંગે વધારે શ્રદ્ધાળુ પણ અહીં પહોંચી શકશે. પાકિસ્તાને ભારતને ભરોસો આપ્યો છે કે તેઓ શ્રદ્ધાળુઓને મહત્તમ સંખ્યામાં કરતારપુર કોરિડોર આવવાની મંજૂરી આપવા ચાહે છે.

કરતારપુર કોરિડોર આખું વર્ષ ખુલ્લો રહેશે. શ્રદ્ધાળુઓ પાસે એ વિકલ્પ હશે કે તેઓ એકલા જઈ શકશે અથવા તો પછી તેમની પાસે સમૂહમાં જવાની સુવિધા રહેશે. વ્યવસ્થા પ્રમાણે, શ્રદ્ધાળુ પગપાળા અહીં આવશે. બંને પક્ષ બુઢી રાવી નહેર પર પુલ બનાવવા માટે સંમત થઈ ગયા છે.

Exit mobile version