દિલ્હી બાદ હવે કર્ણાટકમાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ – સીએમ યેદિરુપ્પાએ કરી જાહેરાત
- કર્ણાટક સરકારનો મોટો નિર્ણય
- કોરોના મહામારીને કારણે લેવાયો નિર્ણય
- ફટાકડા ફોડવા પર મુકાયો પ્રતિબંધ
- ટૂંક સમયમાં જ તેનો આદેશ લેખિતમાં જારી કરવામાં આવશે
બેંગ્લોર: દિલ્હી બાદ હવે કર્ણાટકમાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકારે આ નિર્ણય લીધો છે. કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાએ આ અંગેની ધોષણા કરી છે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં જ તેનો આદેશ લેખિતમાં જારી કરવામાં આવશે.
કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે,”અમે નિર્ણય લીધો છે કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.” તેનો ઓર્ડર ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.
આ પહેલા ગુરુવારે દિલ્હી સરકારે પ્રદુષણને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. દિલ્હીમાં 7 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર અને તેમના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.
દિલ્હી પહેલા રાજસ્થાન સરકારે આવું કર્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, કોરોના મહામારીના આ પડકારજનક સમયમાં જનતાનું જીવન બચાવવું સરકાર માટે સર્વોપરી છે અને તેથી રાજ્ય સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ફટાકડા અને ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. ગેહલોતે કહ્યું હતું કે, દિવાળી પર લોકોએ આતિશબાજીથી બચવું જોઈએ. તેમણે ફટાકડા વેચવાના અસ્થાઈ લાઇસન્સ બંધ કરવા સૂચના આપી હતી.
_Devanshi