સરકારી સ્કીમોના નામ માત્ર હિંદીમાં કરવા સામે કનિમોઝીનો વિરોધ, કહ્યું-ગ્રામીણો સમજતા નથી
નવી દિલ્હી: ડીએમકેના સાંસદ કનિમોઝીએ ગુરુવારે કેન્દ્ર સરકાર પર સરકારી યોજનાઓના નામ માત્ર હિંદીમાં કરવાના મામલે આરોપ લગાવ્યો છે. લોકસભામાં આ મુદ્દાને ઉઠાવતા તેમણે કહ્યુ છે કે આ સરકારે નિર્ણય કર્યો છે કે દરેક કાર્યક્રમનું નામ હિંદીમાં હશે. હું તમને પુછવા માંગુ છું કે મારા જિલ્લાનો એક ગ્રામીણ તેને કેવી રીતે સમજી શકે છે? મેં થૂથુકુડીમાં અનુવાદ વગરના પીએમ સડક યોજનાના સાઈનબોર્ડ જોયા છે. હું આને સમજી શકતી નથી. તેમણે કોર્પોરેશન અને રેલવેના ખાનગીકરણની વિરુદ્ધ પણ વાત કરી હતી.
કનિમોઝીએ કહ્યું છે કે હું સરકારને જણાવવા ચાહું છું કે ભારતીય રેલવે અથવા સલેમ સ્ટીલ પ્લાન્ટના કોર્પોરેટાઈઝેશન અથવા ખાનગીકરના કોઈપણ પ્રયાસને તમિલનાડુની જનતા, ડીએમકે અને મારા નેતા એમ. કે. સ્ટાલિન દ્વારા વિરોધ કરવામાં આવશે.
મેન્યુઅલ સ્કેવેંજિંગના મુદ્દા પર, કનિમોઝીએ કહ્યું છે કે જો અમારી પાસે બુલેટ ટ્રેન છે, તો એ મહત્વપૂર્ણ નથી. અમને જે શરમ આવે છે, તે એ છે કે રેલવે હજીપણ મેન્યુઅલ સ્કેવેન્જર્સને નિયુક્ત કરે છે. રેલવેએ કહ્યું છે કે તેઓ સીધા મેન્યુઅલ સ્કેવેન્જર્સની નિયુક્તિ કરતા નથી. પરંતુ આ કોન્ટ્રાક્ટના શ્રમિકો પાસે કરાવવામાં આવ્યું છે. તેને ચાલુ રાખવા રાષ્ટ્રના માટે શરમજનક છે.
મહત્વપૂર્ણ છે કે તમિલનાડુની પ્રાદેશિક પાર્ટી ડીએમકેનો જન્મ જ હિંદી વિરોધના મુદ્દા પર થયો છે. તે આની સાથે જોડાયેલા મુદ્દા હંમેશા ઝડપી લેવાની કોશિશ કરે છે. તાજેતરમાં ત્રિભાષાના મુદ્દા પર પણ ડીએમકેએ તમિલનાડુ પર હિંદી થોપવાનો આરોપ લગાવ્યો હતો અને તેનો વિરોધ કર્યો હતો.