- ઇન્દિરા ગાંધી બનશે કંગના રનોત
- કંગનાએ ટ્વિટ કરી આપી જાણકારી
- સાઇ કબીર આ ફિલ્મનું કરશે દિગ્દર્શન
મુંબઈ: બોલિવૂડ એક્ટર કંગના રનોત ફરી એકવાર પોલિટીકલ ડ્રામા ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં નજરે પડશે. કંગનાએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. જો કે, ઇન્દિરા ગાંધી પર બનેલી ફિલ્મનું નામ હજી નક્કી થયું નથી. સાઇ કબીર આ ફિલ્મનું નિર્દેશન કરવા જઇ રહ્યા છે. આ ઇન્દિરા ગાંધીની બાયોપિક નથી.
કંગનાએ ટ્વિટ કર્યું કે, આ જણાવીને આનંદ થાય છે કે, ‘મારા પ્રિય મિત્ર સાઇ કબીર અને હું રાજકીય નાટક પર કામ કરી રહ્યા છીએ. તેનું નિર્દેશન મણિકર્ણિકા ફિલ્મ્સ તરફથી કરવામાં આવશે. સાઇ કબીરે લખ્યું છે અને તેને દિગ્દર્શન કરનાર તે જ છે.
આ પહેલા કંગના રનોતે એક ફેન પેજના ટવિટને રીટ્વિટ કરતા લખ્યું હતું કે, ‘આ એક આઇકોનિક મહિલાને લઈને મારું ફોટોશૂટ છે, જે મેં મારી કારકિર્દીની શરૂઆતમાં કર્યું હતું. મને ખબર નહોતી કે એક દિવસ તેનો રોલ મને સ્કીન પર પ્લે કરવાની તક મળશે. કંગનાએ શેર કરેલા ટ્વિટમાં તે ઇન્દિરા ગાંધીના લુકમાં જોવા મળી રહી છે. જોકે, ઇન્દિરા ગાંધી પર બનેલી ફિલ્મનું નામ હજી નક્કી થયું નથી.
કંગનાની થલાઇવી બાદ આ બીજી પોલિટીકલ ફિલ્મ હશે. કંગનાએ ફિલ્મ વિશે જણાવ્યું છે કે, તેનું ટાઇટલ હજી નક્કી થયું નથી, અને તે ઇન્દિરા ગાંધીની બાયોપિક પણ નથી. આ ફિલ્મમાં વધુ દિગ્ગજ કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મમાં ઇમરજન્સી અને ઓપરેશન બ્લુ સ્ટાર પણ દર્શાવવામાં આવશે.
અગાઉ રિવોલ્વર રાનીમાં કંગના સાથે કામ કરી ચુકેલા દિગ્દર્શક સાઇ કબીર આ ફિલ્મનું દિગ્દર્શન કરશે સાથે જ તેણે સ્ક્રિપ્ટ પણ લખી છે. આ ફિલ્મ ભવ્ય કક્ષાએ બનાવવામાં આવી રહી છે, જેમાં સંજય ગાંધી, રાજીવ ગાંધી, મોરારજી દેસાઇ અને લાલ બહાદુર શાસ્ત્રી જેવા ઘણા નેતાઓના પણ પાત્ર હશે.
અગાઉ કંગના રનોતે ફિલ્મ ‘મણિકર્ણિકા રીટર્નસ’ બનાવવાની જાહેરાત કરી હતી. આના પર તે જાન્યુઆરી 2022 થી શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મ 10મી સદીના કાશ્મીરની રાણી દિદા પર આધારિત હશે.
-દેવાંશી