જુબિલેન્ટે કોરોનાની રેમડેસિવીર દવા કરી લૉન્ચ, આટલી છે કિંમત
- જુબિલેન્ટ જેનેરિકસે રેમડેસિવીરનું ઇન્જેક્શન કર્યું લૉન્ચ
- કંપનીએ દવાનું નામ ‘JUBI-R’ રાખ્યું
- કંપની તેને હોસ્પિટલમાં કરાવશે ઉપલબ્ધ
જુબિલેન્ટની સહાયક કંપની જુબિલેન્ટ જેનેરિક્સએ કોરોના સંક્રમિત દર્દીઓ માટે રેમડેસિવીરનું ઇન્જેક્શન લોન્ચ કર્યું છે. ભારતીય માર્કેટ માટે કંપનીએ આનું નામ ‘JUBI-R’ રાખ્યું છે.
આટલી છે કિંમત
આ ઇન્જેક્શનની કિંમત વિશે વાત કરીએ તો તેની કિંમત રૂપિયા 4700 પ્રતિ વાયલ હશે. 100 MGના વાયલને કંપની દેશમાં કોરોના વાયરસની સારવાર માટે ઉપલબ્ધ કરાવી રહી છે. તેને 1000 હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવાશે.
આપને જણાવી દઇએ કે મે મહિનામાં જુબીલેન્ટના ગિલીડ સાયન્સ લિમિટેડની સાથે એક સમજુતી કરી હતી. ત્યારબાદ કંપનીને રેમડેસીવીરની નોંધણી, ઉત્પાદન તેમજ વેચાણ માટે મંજૂરી મળી હતી. ભારત સહિત 127 દેશોમાં આ દવા ઉપલબ્ધ છે.
કંપનીએ ઇન્જેક્શન વિશે જાણકારી આપી હતી કે JUBI-Rને દર્દીઓની નસમાં આપવામાં આવશે. તેની દવા અત્યારે વ્યાજબી ભાવે લોન્ચ કરી છે. આ દવાને મોટા પાયે હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવાય તે માટે કંપની પ્રયાસરત છે.
(સંકેત)