દાયકાઓ સુધી ડાન્સ, થિયેટર અને બોલિવૂડમાં પોતાનું નામ જાળવી રાખનાર ઝોહરા સહગલની પુણ્યતિથિઃ કપૂર પરિવારની ચારેય પેઢી સાથે કર્યું હતું કામ
- બોલિવૂડની જાણીતી હસ્તી ઝોહરા સહગલની પુણ્યતિથિ
- કપૂર પરિવારની ચારેય પેઢીઓ સાથે કર્યું હતું કામ
- ડાન્સ, થિયેટર અને એક્ટિંગમાં હતા મશહૂર
- 102 વર્ષની ઉંમરે 2014માં લીધા અંતીમ શ્વાસ
મુંબઈઃ – બોલિવૂડમાં કપૂર પરિવારની 4- 4 પેઢીઓ સાથે કામ કરનાર ઝોહરા સહગલની આજે પુણ્યકતિથિ છે, જેમણે સાત દાયકાઓ જેટલા સમય સુધી પોતાની કારકીર્દિમાં નૃત્ય, થિયેટર અને ફિલ્મોમાં પોતાની પ્રતિભા સાબિત કરી હતી અને એક આગવી ઓળખ બનાવી હતી, ઝોહરા સહગલજી એ 102 વર્ષની વયે 2014 માં દુનિયાને અલવિદા કહ્યું હતું.
પૃથ્વીરાજ કપૂરથી લઈને તેમની ચોથી પેઢી રણબીર કપૂર સાથે, અભિનેત્રી જોહરા સહગલ પોતાના અભિનય કુશળતા ફેલાવી છે,. તેમનો જન્મ 27 એપ્રિલ 1912 ના રોજ સહારનપુરના ઢોલી ખાલ પાસેના મહોલ્લા દાઉદ સારામાં પઠાણ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેના બાળપણનું નામ સાહેબઝાદી ઝોહરા બેગમ મુમતાઝ ઉલ્લા ખાન હતું. તેના પિતા મુમતાઝ ઉલ્લા ખાન અને નટિકા ઉલ્લા ખાન ઉત્તર પ્રદેશના રામપુરના રહેવાસી હતા.
ઝોહરા સહગલે નૃત્ય અને થિયેટરમાં 14 વર્ષની ઉમંરે ઝંપલાવ્યું હતું, યુવાનીથી વૃદ્ધાવસ્થા સુધીની તેમની યાત્રા ફિલ્મ જગત સાથે તેમનું નામ જોડાયેલું રહ્યુ. પૃથ્વીરાજ કપૂરની સાથે, તેઓ એક માત્ર એવા અભિનેત્રી રહ્યા છે કે જેમણે પૃથ્વી રાજ કપૂર અને છેલ્લી સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનથી લઈને નવા યુગના અભિનેતા રણબીર કપૂર સાથે અભિનેય કર્યો છે
ઝોહરાએ ક્વીન મેરી કોલેજમાં અભ્યાસ પૂરો કર્યો હતો અને કોલેજમાં નકાબ રાખવો ફરજીયાત હતો. તે જર્મનીની મેરી વિગમેન બેલેટ સ્કૂલમાં પ્રવેશ મેળવનારી પહેલી ભારતીય મહિલા બની. ત્રણ વર્ષ સુધી, ઝોહરાએ અહીં એક નવું નૃત્ય શીખ્યું. ઝોહરાએ એક ઇવેન્ટ દરમિયાન ભારતના જાણીતા ડાન્સર ઉદય શંકરને મળ્યા હતા. વિદેશમાં આવી સુંદર ભારતીય મહિલાને પરંપરાગત નૃત્યમાં રસ લેતા જોઈને ઉદય શંકર ખૂબ જ ખુશ થયા અને કહ્યું કે તેણી વતન પહોંચતાં જ તેઓ તેમના માટે કામ શોધશે.
જોહરા સહગલને 1998 માં પદ્મશ્રી, 2001 માં કાલિદાસ એવોર્ડ, 2004 માં સંગીત નાટક અકાદમી એવોર્ડ પણ મળ્યો હતો. સંગીત નાટક અકાદમીએ તેમને લાઇફ ટિવ એચિવમેન્ટ એવોર્ડ તરીકે તેમની ફેલોશિપ પણ આપવામાં આવી હતી.2010 માં તેમને દેશનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ થી પણ નવાઝવામાં આવ્યા હતા.
ઝોહરા એ હમ દિલ દે ચૂકે સનમ, વીર ઝારા, અને ચિની કમ , દિલ સે જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો ,તેમની સુંદરતાએ લોકોને ખૂબ દિવાના બનાવ્યા હતા. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ દ્વારા શરૂ થયેલા લાડલી એવોર્ડ્સમાં તેમને લાડલી સેન્ચ્યુરી એવોર્ડ પણ મળ્યો હતો.વર્ષ 2007માં સાવરિયામાં પણં જોવા મળ્યા.ફિલ્મી દુનિયામાં જબરદસ્ત નામ, શોહરત બનાવ્યા બાદ 102 વર્ષની ઉંમરે 10 જુલાઈ, 2014 ના રોજ આ ફાનિ દુનિયાને અલવિદા કહ્યું, હાર્ટએટેકના કારણે તેમનું નિધન થયું હતું.