એક્ટર જૉન અબ્રાહમ આજકાલ પોતાની ફિલ્મ બટલા હાઉસને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માને છે કે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સેક્યુલર સ્થાન નથી. તેણે એક એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા કહ્યુ છે કે આખરે તમને કોણે કહ્યુ કે ઈન્ડસ્ટ્રી સેક્યુલર છે? આ ઈન્ડસ્ટ્રી 100 ટકા સેક્યુલર નથી. તે વહેંચાયેલી છે.
જૉન અબ્રાહમે કહ્યુ છે કે સમસ્યા એ છે કે આખી દુનિયાનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે. મારી ફિલ્મમાં એક ડાયલોગ છે- એવું નથી કે એક કમ્યુનિટીને તમામ ત્રાસદી સહન કરવી પડી રહી છે, પરંતુ આખી દુનિયાને ચીજો સહન કરવી પડી રહી છે. ડોનલ્ડ ટ્રમ્પને જોવો, બ્રેક્ઝિટ જોવો, બોરિસ જોનસનને જોવો. દુનિયાનું આજે ધ્રુવીકરણ થઈ ચુક્યું છે. તમે આ દુનિયામાં રહો છો, તો તમારે આ બધું સહન કરવું પડશે. તેની સાથે હું એ પણ કહેવા ચાહું છું કે ભારત દુનિયાના શ્રેષ્ઠ દેશમાંથી એક છે અને આ દુનિયાની બેસ્ટ ઈન્ડસ્ટ્રીમાંથી એક છે.
46 વર્ષના જૉન એ પણ માને છે કે સોશયલ મીડિયાને ગંભીરતાથી લેવું જોઈએ નહીં, કારણ કે જે લોકો સોશયલ મીડિયા પર ટ્રોલ કરે છે, તેમનો કોઈ ચહેરો હોતો નથી. સોશયલ મીડિયા સંદર્ભે વાત કરતા તેણે કહ્યુ છે કે હેટ કમેન્ટ્સ જેવી ઘણી વિવાદીત ચીજો તમને સોશયલ મીડિયા પર જ વધારે જોવા મળે છે, કારણ કે જ્યારે તમે કોઈ ઓડિયન્સમાં બેઠા હોવ છો, તો લોકો બેજવાબદારી ભરેલા નિવેદનથી બચો છો. પરંતુ સોશયલ મીડિયા પર ઘણાં લોકોના ચહેરા હોતા નથી. આ કારણ છે કે સોશયલ મીડિયા પર સૌથી ઝેરી અને ભયાવહ કમેન્ટ્સ જોવા મળે છે. સોશયલ મીડિયા પર વિશ્વાસ કરવો જોઈએ નહીં.
જૉનની આગામી ફિલ્મ બટલા હાઉસ વર્ષ 2008માં થયેલા દિલ્હી બટલા હાઉસ એન્કાઉન્ટર પર આધારીત છે. આ ફિલ્મનો મુકાબલો અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગળ સાથે થશે. ખાસ વાત એ છે કે આ દિવસે એટલે કે 15મી ઓગસ્ટે જ અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાની અને નીરજ ધેવાન દ્વારા નિર્દેશિત સેક્રેડ ગેમ્સ પણ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે.