દેશના પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત જ્યારથી લથડી છે ત્યારથી તેઓ AIIMSમાં દાખલ છે,ત્યારે પાર્ટીના નેતાઓ તથા વિપક્ષના નેતાઓ તેમના હાલચાલ પૂછવા આવી રહ્યા છે,અરુણ જેટલીનો છેલ્લા કેટલાક દિવસથી AIIMSમાં ઈલાજ ચાલી રહ્યો છે જેને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ તેમની ખબર પૂછવા શુક્રવારના રોજ AIIMS પહોચ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શનિવારના રોજ અરુણ જેટલીની ખબર પૂછવા જઈ શકે છે,અમિતશાહ બપોરના અરુણ જેટલીને મળવા પહોંચી શકે છે, તે પહેલા ગૃહમંત્રી ગઈકાલે રાત્રે શુક્રવારના રોજ પણ તેમની ખબર પૂછવા આવ્યા હતા,ત્યારે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ AIIMS પહોચી ચુક્યા છે.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ટ નેતા અરુણ જેટલી છેલ્કા કેટલાક સમયથી બિમાર હાલતમાં છે, 9 ઓગસ્ટના રોજ તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા,ગઈકાલે રાત્રે અમિત શાહ 12 વાગ્યે રુમ જેટલીની હાલચાલ પૂછીને AIIMSમાંથી રવાના થયા હતા,સાથે સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ AIIMSમાં અરુણ જેટલીના ખબર અંતર પૂછવા આવ્યા હતા. તે હપેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યાગી આદિત્યનાથ પણ આવ્યા હતા.
જ્યારથી અરુણ જેટલીની તબિતય લથડી છે અને તેમને દાખલ કરાયા છે ત્યારથી નેક નેતાઓ તેમની ખબર અંતર પૂછવા આવી ચુક્યા છે, સાથે સાથે વિપક્ષના અનેક નેતાઓ પણ અરુણ જેટલીની ખબર પૂછવા આવતા રહેતા હોય છે.જ્યારે 9 ઓગસ્ટના રોજ પૂર્વ મંત્રી અરુણ જેટલીને ભરતી કરવામાં આવ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભાના સ્પીકર ઓમ બિડલા અને ન્ય પાર્ટીના નેતાઓ તેમની ખબર પૂછવા જઈ રહ્યા છે,
જેટલીનું મે 2018 માં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. આ પછી જેટલીને તેના ડાબા પગમાં સોફ્ટ ટીશ્યુ કેન્સર પણ થયું હતો, જેના માટે તે આ વર્ષની શરૂઆતમાં યુ.એસ. પણ ઈલાજ કરાવવા માટે ગયા હતા, તેમની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ 2019ની સામાન્ય ચૂંટણી પણ લડી શક્યા ન હતા અને પાર્ટીમાં જોડાવાથી સાફ ન્કાર કર્યો હતો.