- જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિ.કંપનીના ટ્રેક પર દોડશે ટ્રેનો
- ભારતીય રેલવે એ આપી મંજુરી
- રેલવે ટ્રેક હાઇ સ્પીડ અને હાઇ-એક્સલ લોડ એપ્લિકેશન માટે અનુકુળ
અમદાવાદ: ભારતીય રેલવેએ જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિ. દ્વારા વિકસિત રેલવે ટ્રેકની નવી શ્રેણીને મંજૂરી આપી દીધી છે. કંપનીએ હાઇ સ્પીડ અને હાઇ- એક્સલ લોડ એપ્લિકેશન માટે રેલવે ટ્રેકના નવા ગ્રેડ વિકસિત કર્યા છે. જેએસપીએલે મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, 60E1 1175 હીટ ટ્રીટેડ રેલવે ટ્રેકનો સફળતાપૂર્વક વિકાસ કરનાર તે પ્રથમ અને એકમાત્ર ભારતીય ઉત્પાદક છે. આ રેલવે ટ્રેક હાઇ સ્પીડ અને હાઇ-એક્સલ લોડ એપ્લિકેશન માટે અનુકુળ છે.
વાર્ષિક 18 લાખ ટન 60E1 1175 રેલની જરૂરિયાત
રેલવે બોર્ડ હેઠળ કાર્યરત રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશનએ જેએસપીએલ દ્વારા વિકસિત રેલવે ટ્રેકની નવી કેટેગરીને મંજૂરી આપી છે. કંપનીએ જણાવ્યું હતું કે, ભારતીય રેલવે તેની ટ્રેક સિસ્ટમ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાઈ એક્સલ લોડ સાથે અનુકુળ બનાવી રહી છે. રેલવેને વાર્ષિક 18 લાખ ટન 60E1 1175 રેલની જરૂર પડશે.
જેએસપીએલના મેનેજિંગ ડાયરેકટર વીઆર શર્માએ કહ્યું કે,અગાઉ દેશમાં વિશેષ પ્રકારના તમામ રેલવે ટ્રેક આયાત કરવામાં આવતા હતા. અમે રેલવે અને મેટ્રો રેલ નિગમની વિશેષ રેલવે જરૂરિયાતોને પહોંચી વળવા પ્રતિબદ્ધ છીએ. તેનાથી દેશ સ્થાનિક સ્તર પર વિવિધ એપ્લિકેશનના રેલવેમાં આત્મનિર્ભર બનશે. શર્માએ કહ્યું કે આ રેલવે ટ્રેકનો ઉપયોગ બુલેટ ટ્રેન સહિતના ઉચ્ચ એક્સલ લોડ એપ્લિકેશનમાં કરવામાં આવશે.
392 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો શરૂ
તહેવારની સિઝનમાં પોતાના ઘરે જતા લોકોની ભીડને જોતા ભારતીય રેલવે આજથી 392 સ્પેશિયલ ટ્રેન દોડાવશે. આ વિશેષ ટ્રેનો 20 ઓક્ટોબરથી 30 નવેમ્બરની વચ્ચે દોડાવવામાં આવશે. આ ટ્રેનોને ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન કહેવાશે. આ ટ્રેનોની ન્યૂનતમ સ્પીડ પ્રતિ કલાક 55 કિલોમીટર હશે,એટલે કે આ ટ્રેનો સુપરફાસ્ટ હશે. આ ટ્રેનોનું ભાડુ ખાસ ટ્રેનો જેટલું જ હશે.
_Devanshi