નોઈડામાં બની રહ્યું છે દેશનું સૌથી મોટું એરપોર્ટ – ફ્લાઈટ્સની અવર-જવર માટે બનશે પાંચ રનવે
- જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બનશે પાંચ ‘રનવે’
- પાંચ રનવે સાથે તે દેશનું સૌથી મોટું એરપોર્ટ બનશે
- 6 ડિસેમ્બરે પ્રથમ તબક્કાની માસ્ટર પ્લાન અને ડિઝાઇન કરાશે રજૂ
દિલ્લી: જેવરમાં બની રહેલું ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બનનાર રનવેની સંખ્યાની અટકળો પર રોક લગાવવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ દેશના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંના એક ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર કુલ પાંચ રનવે થશે.
તેમણે કહ્યું હતું કે,જેવર એરપોર્ટ માટે બનાવવામાં આવેલી પ્રોજેક્ટ મોનીટરીંગ અમલીકરણ સમિતિના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર તિવારીની અધ્યક્ષતામાં ગુરુવારે લખનઉમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જેવર એરપોર્ટ પર ‘રનવે’ની સંખ્યા બે થી વધારીને ચાર અથવા છ કરવા અંગે તકનીકી નિષ્ણાતોનો સંશોધન અહેવાલ રજૂ કરાયો હતો. નોઇડા એરપોર્ટના મુખ્ય કાર્યપાલક અધિકારી અરૂણવીર સિંહ અને કન્સલટેન્ટ સંસ્થા પીડબલ્યુસીએ મુખ્ય સચિવ સમક્ષ રજૂઆતમાં કુલ પાંચ ‘રનવે’ બનાવવાની તક આપી.
તેમણે કહ્યું કે, પ્રથમ તબક્કામાં ત્રીજા ‘રનવે’ માટે 1,365 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવશે. તો,પ્રથમ બે ‘રનવે’ માટે 1,334 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. બીજા તબક્કામાં ત્રણ ‘રનવે’ માટે કુલ 3,418 હેક્ટર અને જમીનની જરૂર પડશે.
પાંચ રનવે સાથે તે દેશનું સૌથી મોટું એરપોર્ટ બનશે.તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલ ઝ્યુરીખ એજી 6 ડિસેમ્બરે જેવર આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રથમ તબક્કાની માસ્ટર પ્લાન અને ડિઝાઇન રજૂ કરશે.
_Devanshi