નવી દિલ્હી: પાકિસ્તાન હવે નવા આતંકવાદી જૂથોને પ્રોત્સાહીત કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર સૂત્રો પ્રમાણે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનથી ધ્યાન હટાવીને જૂના અને નાના-નાના આતંકી જૂતોને ઉભા કરવાની કોશિશ શરૂ કરવામાં આવી છે.
સૂત્રો પ્રમાણે, પાકિસ્તાન નવ આતંકવાદી સંગઠનો સિપહ-એ-સહાબા, હરકત-ઉલ-મુજાહિદ્દીન, જૈશ-ઔલ-અદલ, લશ્કરે ઉમર, અલ બદ્ર, લશ્કરે ઝાંગવી, તહરીક ઉલ મુજાહિદ્દીન અને અલ ઉમર મુજાહિદ્દીનને ફરીથી ઉભા કરવામાં લાગી ગયું છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંના બે સ્થાનો પર આઈએસઆઈની મદદથી અલ બદ્રને નાણાં એકઠા કરવા માટે પોસ્ટર પણ વહેંચ્યા છે. તેમના કમાન્ડર અસલમ પીઓકેમાં ફંડ વસૂલી રહ્યું છે, તો લિયાકત જરીન ખૈબર પખ્તૂનખ્વામાં ફંડ વસૂલવામાં લાગેલો છે. તેની સાથે જ પાકિસ્તાન આતંકવાદીઓને અફઘાનિસ્તાન બોર્ડરની નજીક તાલિબાની કેમ્પમાં ટ્રેનિંગ અપાઈ રહી છે.
આ સિવાય ગુપ્તચર એજન્સીએ ગૃહ મંત્રાલયને આપેલા પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ભારત નેપાળની બોર્ડરથી નજીકના કેટલાક નેપાળના જિલ્લામાં મૌલાના મદની પોતાની એનજીઓ દ્વારા વિદેશોમાંથી ફંડ મંગાવી રહ્યો છે. સૂત્રો પ્રમાણે, આ ફંડનો ઉપયોગ મદની બોર્ડર એરિયાના યુવાનોને લશ્કરે તૈયબામાં સામેલ કરવા માટે બ્રેનવોશ કરી રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓએ એ વાતની તરફ પણ ઈશારો કર્યો છે કે કેવી રીતે નેપાળ રુટથી વિદેશી નાણાં નેપાળની એનજીઓમાં આવી રહ્યા છે અને આ એનજીઓનો ઉપયોગ મદની મુસ્લિમ યુવાનોને લશ્કરમાં સામેલ કરવા માટે રેડિક્લાઈઝ કરી રહી છે.
આતંકવાદને સંરક્ષણ આપનારા પાકિસ્તાન માટે 1751 કિલોમીટરમાં ખુલી ભારત અને નેપાળની સીમા સૌથી વધુ માફક આવી રહી છે. તે કારણ છે કે ખૂંખાર આતંકી વાઘા અથવા અન્ય બોર્ડરના સ્થાને આ રુટને વધારે મહત્વ આપે છે, કારણ કે આ બોર્ડર ખુલી છે. જો કે એસએસબીઆ બોર્ડરની સુરક્ષામાં રહે છે, પરંતુ આતંકી ઘણીવાર ઘૂસવાની કોશિશમાં ઝડપાઈ પણ જાય છે.