કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલી વિધાનસભા ચૂંટણી 2021માં થવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા બાદ એટલે કે તેના પુનર્ગઠન બાદ વિધાનસભા ક્ષેત્રોનું નવેસરથી સીમાંકન કરવામાં આવશે.
નવા પુનર્ગઠન પંચના રિપોર્ટના આવવામાં આઠથી બાર માસ લાગશે. એટલે કે આગામી વર્ષે નવેમ્બર સુધીમાં રિપોર્ટ આવી જશે.
આ દરમિયાન શિયાળો શરૂ થતા હિમવર્ષાની શક્યતાઓ રહેશે. તેવામાં સંભાવના છે કે 2021માં જ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થશે.