જમ્મુ-કાશ્મીરમાં છૂટાછવાયા વિરોધ અને હિંસાના અહેવાલ છે. રિપોર્ટ પ્રમાણે, મંગળવારે શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં કેટલાક લોકોએ પથ્થરબાજી કરી છે. શ્રીનગરમાં નવ સ્થાનો પર પથ્થરમારાના અહેવાલછે. જાણકારી પ્રમાણે, હાજીબાગ કેમ્પ, સોમ્યાર મંદિર, ઈસ્લામિયા કોલેજ, છોટા બાજાર સહીતના નવ વિસ્તારમાં તોફાની તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટ પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં હાલ કડક સુરક્ષા વ્યવસ્થા છે. તેમ છતાં શ્રીનગરના કેટલાક સ્થાનો પર કેટલાક લોકો સડકો પર હુડદંગ મચાવવામાં સફળ રહ્યા છે. શ્રીનગરથી મળતી જાણકારી પ્રમાણે, સબ્ઝી મંડીવિસ્તારમાં કેટલાક યુવકોએ પથ્થરમારાની કોશિશ કરી હતી. તેના સિવાય 90 ફૂટ રોડ, હાજી બાગ કેમ્પ, સોમ્યાર મંદિર, ઈસ્લામિયા કોલેજ, છોટા બાજાર, હમદાનિયાં બ્રિજ, જેવીસી, બેમિના અને પાવર ગ્રિડની નજીક પથ્થરબાજીની ઘટના બની છે.
હાલ કાશ્મીરમાં કલમ-144 લાગુ છે. કાયદાકીય રીતે એક સ્થાન પર ચારથી વધારે લોકોને એકઠા થવાની મનાઈ ફરમાવામાં આવી છે. પરંતુ કેટલાક અરાજક તત્વ રાજ્યમાં અશાંતિ ફેલાવવાની ફિરાકમાં છે. મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકારને કલમ-370ની જોગવાઈઓને સમાપ્ત કરીને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દેવામાં આવ્યું છે. તેના કારણે અહીં તણાવ છે. સરકારે શાંતિ જાળવી રાખવા માટે સંચારના તમામ સાધનો પર રોક લગાવી દીધી છે. શ્રીનગરમાં હાલ મોબાઈલ, ઈન્ટરનેટ, બ્રોડબેન્ડ પર રોક લગાવવામાં આવી છે.
મંગળવારે જમ્મુ-કાશ્મીરની હાલની પરિસ્થિતિને જોતા ઉત્તરીય કમાનના કમાન્ડિંગ ઈન ચીફ જનરલ ઓફિસર લેફ્ટિનેન્ટ જનરલ રણબીર સિંહે શ્રીનગરમાં ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓના કોર ગ્રુપની બેઠકની અધ્યક્ષતા કરી છે. આ બેઠકમાં રાજ્યમાં સુરક્ષા ઉપાયો પર ચર્ચા પણ થઈ છે.