જમ્મુ-કાશ્મીરમાંથી 370ને હટાવ્યા પછી ઘાટી વિસ્તારોમાં શાંતિનું વાતાવરણ જોવા મળી રહ્યું છે,ત્યારે આ વાતને લઈને પ્રસાશને ગૃહ મંત્રાલયને એક એહવાલ રજુ કર્યો છે , આ રજુ કરાયેલા અહેવાલ મુજબ ઈદ-ઉલ-અદહાના દિવસે 300થી પણ વધુ જગ્યાઓ પર જનતા માટે ટેલીફોન બૂથની સુવિધોઓ ઉપલ્બ્ધ કરવામાં આવી હતી, અહેવાલની વિસ્તૃત જાણકારી આપતા જમ્મું-કાશ્મીર પ્રશાસને ગૃહમંત્રાલયને જાણ કરી છે કે બાંદીપોરામાં 7000 લોકોએ અલગ અલગ મસ્જિદોમાં નમાજ પઢીને બકરી ઈદની ઉજવણી શાંતિના વાતાવરણમાં કરી હતી.
જમ્મુ-કાશ્મીરના બારમુલામાં 10,000,કુપવાડામાં 3500,કુલગામમાં 11,500,શોપિયામાં 3000,પિલવામાં 1800, અવંતિપુરામાં 2500,અનંતનાગમાં 3000,ગાંદેરબલમાં 7000 અને બડગાંવમાં 13000 લોકોએ શાંતિના વાતાવરણ વચ્ચે નમાઝ અદા કરી હતી જ્યારે શ્રીનગરમાં 100થી વધુ મસ્જિદોમાં ઈદ-ઉલ-અઝાહની નમાઝ અદા કરવામાં આવી હતી ત્યારે જમ્મુમાં કુલ 5000 લોકોએ અલગ -અલગ જગ્યોઓ પર નમાઝ અદા કરીને ઈદની ઉજવણી કરી હતી.
જમ્મુ-કાશમીરના 5 જીલ્લાઓમાં સંપૂર્ણ રિસ્ટ્રિક્શન હટાવામાં આવ્યું હતુ, ત્યારે ઈદની સાંજ પડતાની સાથે કેટલાક વિસ્તારોમાં ફરી આ નિયમનું પાલન કરવાનું સુચવવામાં આવ્યું હતુ, જ્યારે શ્રીનગરમાં 5000 ફોન કોલ એક દિવસમાં કરવાની સુવિધા વહીવટતંત્ર દ્રારા કરવામાં આવી હતી,પ્રશાસને ગૃહમંત્રાલયને જાણકારી આપી હતી કે 300થી વધુ ટેલિફોન બૂથ પર ફોન કરવાની સુવિધો આપવામાં આવી હતી, રિપોર્ટ મુજબ 50 ટકા દુકાનો ખરીદી માટે ખોલવામાં આવી હતી આ સમય દરમિયાન 2.50 લાખ ઘેટા-બકરાનું વેચાણ થયુ હતું.
આ ઉપરાંત આ રિપોર્ટમાં જણાવ્યું હતુ કે ,શ્રીનગરમાં આતંકીઓ દ્રારા કોઈ પણ ઘટનાને અંજામ આપવામાં આવ્યો નહોતો,કેટલીક જગ્યોઓ પર કડક સુરક્ષા કરાઈ હતી, કેટલીક જગ્યાઓ પર સ્થાનિક દ્વારા વિરોધ પ્રદર્શન કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા જેમાં બે ચાર લોકોને નાની ઈજા થઈ હતી પણ તેઓ વિરોધ કરવામાં નાકામ રહ્યા હતા, ફાયરિંગની ઘટના એક અફવા હતી,પ્રશાસને ફાયરીંગની ઘટનાનો આ રિપોર્ટમાં ઈનકાર કર્યો છે.