મઉ જેલના કેદીઓનો વિડિયો વાયરલ
કેદીઓની જાહોજલાલી
સત્તાધિસો સામે ઉઠ્યા અનેક સવાલ
જેલમાં ક્યાથી આવે છે કેફી પ્રદાર્થઓ
હાલ ઉત્તર પ્રદેશની મઉ જેલનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં જેલના કેદીઓ ખુલેઆમ જલસા કરી રહેલા જોવા મળે છે જેને લઈને જેલ સત્તાધિસો સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે આ વિડિયો મુજબ એક સવાલ ઉભો થાય છે કે શું યૂપીની જેલમાં ગાંજો, ચરસ અને અફિણ સરળતાથી મળી રહે છે ? ને જો જવાબ ના હોય તો પછી આ નશીલા પ્રદાર્થો યૂપીની મઉ જેલમાં કઈ રીતે ને ક્યાથી આવ્યા.
યૂપીની મઉ જેલમાં અપરાધિયોને જલસા પડી રહ્યા છે, ઉન્નાવ બાદ મઉ જેલનો એક વિડિયો વાયરલ થયો છે આ વિડિયોમાં સાફ નજર પડે છે મઉ જેલમાં પૈસાના જોર પર ચરસ,ગાંજો,અફિણની સાથે સાથે કઈ પણ ખરીદી શકાય છે, આ વિડિયો વાયરલ થયા બાદ જેલ અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે જ્યારે આ મામલામાં વધુ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
મઉ જેલનો આ વિડિયો વાયરલ થવાની સાથે જેલ સત્તાધિસોના હોશ ઉડી ગયા છે કારણ કે આ વાયરલ થયેલા વિડિયોમાં સત્તા પર સવાલ ઉઠ્યા છે, વિડિયોમાં યૂપીની જેલમાં કેદીઓને ગાંજો , ચરસ , અફીણ જેવા કેફી પ્રદાર્થોની સહુલત અપાઈ રહી છે સાથે સાથે કેદીઓ મોબાઈલનો પણ ઉપયોગ કરી રહ્યા છે તો વળી કેદીઓને જેલમાં સ્વાદીષ્ટ જમવાનું પણ પીરસવામાં આવી રહ્યું છે આ તમામ મુદ્દાઓને લઈને અનેક સલાવ ઉઠ્યા છે.
જેલની અંદર કેદીઓની આઝાદી વિડિયોમાં જોઈ શકાય છે આ બાદ જેલના અધિકારીઓ અને યૂપી પોલીસ કાર્યરત થઈને આ વિષય પર તપાસ કરી વિડિયોની સચ્ચાઈ પર તપાસ કરી રહ્યા છે .વિડિયોમાં સાફ જોવા મળી રહ્યું છે કે જેલમાં કેફી પ્રદાર્થોનું સેવન અને સાથે સાથે મટન-ચિકન જેવુ લાજવાબ જમવાનું પીરસાઈ રહ્યું છે.
ત્યારે આ ધટના પહેલા પણ ઉન્નાવ જેલનો એક વિડિયો સામે આવ્યો હતો જેમાં પણ જેલના કેદીઓ જલસા કરી રહ્યા હતા ત્યારે ફરિ એકવાર આ મઉ જેલનો વિડિયો વાયરલ થતા જ પોલીસ પ્રસાસન અને સત્તાધિસોમાં અફડાતફડી મચી જવાપામી છે. ત્યારે હવે જેલ અધિકારીઓ એ આ વાયરલ થયેલા વિડિયોને જુનો ગણાવી પોતાનો બચાવ કરી રહી છે.