જહા ચાહ વહા રાહઃ 3 ફૂટની ઊચાંઈ ધરાવનાર ગણેશને ડોક્ટર બનતા કોઈ નહી રોકે- સુપ્રીમ કોર્ટનો આદેશ
આ વાત છે એક યૂવાનની જેની ઊંચાઈ માત્ર 3 ફૂટ છે જ્યારે તેનો વજન છે 15 કિલો અને તેની ઉંમર છે 18 વર્ષ ,ગણેશ નામના યૂવાનને મેડીકલ કૉલેજમાં એડમિશન આપવાનો ઈનકાર કરવામાં આવતા તેણે કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
કહેવાઈ છે ને કે રીસ્થિતી જીવનની કોઈપણ હોય ક્યારેય ડગવું નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ પ્રકારની વાતો અને કહેવતો આપણે આપણા વડીલો અને પુસ્તકો પાસેથી શીખી છે. હકીકતમાં ખરો માણસ એ જ કહેવાય કે પોતાની નબળાઈઓને પગથીયું બનાવીને પોતાની મંજીલ તરફ પગલા માંડે. ઘણા લોકો હોય છે કે જેઓ પોતાની શારીરિક ખામીને પોતાના જીવનનો પ્લસ પોઈન્ટ બનાવીને જીવતા હોય છે, આવા લોકો સમાજ માટે પ્રેરણારુપ હોય છે.
આ ગણેશ નામના 70 ટકા દિવ્યાંગને ગયા વરસે મેડિકલ કૉલેજે એડમિશન આપવાનો ઇનકાર કર્યો હતો ,ઇનકારને પડકાર આપવા ગણેશ નામના આ યુવાને કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જ્યારે 2018માં NEETની પરીક્ષામાં ગણેશે 223 માર્કસ્ મેળવ્યા હોવા છતાં મેડિકલ કૉલેજે એની ઊંચાઇ ઓછી હોવાથી તેને એડમિશન આપવાનો ઇનકાર કર્યો હતો
જ્યારે આ કેસમાં સુપ્રીમ કોર્ટે હવે ચુકાદો આપ્યો છે આ ચુકાદા મુજબ ગણેશ નામના આ યૂવોનને એડમિશન આપવાનો આદેશ મેડિકલ કૉલેજને આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ઊંચાઇ ઓછી હોવાથી કોઇને એડમિશન આપવાની ના પાડી શકાય નહીં માત્ર ઊંચાઈ ઓછી હોવી કે 70 ટકા દિવ્યાંગ હોવું તે કોઈના હુનરને અટકાવવાનું કારણ ન જ બની શકે.
ભાવનગરના તળાજાના ગોરખી ગામમાં રહેતા, 18 વર્ષીય ગણેશભાઈ બારૈયા નામના આ માણસની હાઈટ માત્ર 3 ફૂટ છે અને તેમનું વજન માત્ર 15 કિલો છે અને તેમનો અવાજ પણ નાનકડા બાળક જેવો છે. આ વ્યક્તિએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં દુનિયાના સૌથી ઓછી હાઈટ ધરાવતા ડોક્ટર તરીકે પોતાનું નામ નોંધાવવા માટે જીવનમાં આવેલા દરેક પડકારોનો સામનો કર્યો.