વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઈન ઈન્ડિયા પહેલની સાથે જ હવે ઈસરોએ ભારતીય કંપનીઓને પાંચ પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ્સ એટલે કે પીએસએલવી બનાવવાનું આમંત્રણ આપ્યું છે.
આ વાતની પુષ્ટિ કરતા શુક્રવારે ઈસરોના અધ્યક્ષ સિવાને કહ્યુ છે કે અમે તેને ઈઓઆઈ એટલે કે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ કહી રહ્યા છીએ અને આ કોઈ વિદેશી કંપી માટે નથી. ઈસરો કેટલાક સમયથી આના પર વિચાર કરી રહ્યા છીએ અને અમને લાગે છે કે આનાથી સકરારની મેક ઈન ઈન્ડિયા પહેલ આગળ વધશે.
તાજેતરમાં ઈસરોના પચાસ વર્ષ પૂર્ણ થયા છે. વિક્રમ સારાભાઈ અંતરીક્ષ કેન્દ્ર (વીએસએસસી)ના વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે એક સંપૂર્ણ ઈન્ટિગ્રેટેડ પીએસએલવી લોન્ચ વ્હીકલની કિંમત 200 કરોડ રૂપિયામાં પડે છે.
જો કે ઈસરો ચીફ સિવાને આની કિંમતને લઈને કંઈપણ જણાવ્યું નથી. એજન્સીની નવી શાખા ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ પર તકનીકી હસ્તાંતરણની જવાબદારી છે. તેની જવાબદારી ઈસરોની સંશોધન અને વિકાસ ગતિવિધિઓને આગળ વધારવાની પણ છે. જાણકારી પ્રમાણે, આ કંપની ઈસરોના પીએસએલવીના નિર્માણ અને લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન એટલે કે એસએસએલવીની જવાબદારી સંભાળશે.