સાહીન મુલતાની-
સામગ્રી
- 10 નંગ – બ્રેડ
- 150 ગ્રામ – ખાડં
- 200 ગ્રામ – ઘી
- 1 કપ – કાજુ,બદામ, અને પીસ્તા જીણા સમારેલા
- 1 કપ – ઘરની મલાઈ
- 2 કપ – દુધ
ગરમા ગરમ બ્રેડનો હલવો તે પણ ખુબ જ ઓછી સામગ્રી અને નહીવત મહેનતમાં તૈયાર થશે. ખાસ કરીને જ્યારે અચાનક ઘરે મહેમાન આવ્યા હોય અને માર્કેટમાંથી સ્વીટ ન લાવવું હોય ત્યારે ભોજનમાં આ પ્રકારનું મિષ્ઠાન ઘરે જ બનાવી શકાય કે, જેની તમામ સામગ્રી ઘરમાં જ હોય છે અને તરત આ હલવો બની પણ જાય.
બ્રેડનો હલવો બનાવાની રીત – સો પ્રથમ બ્રેડની કોર કાઢી લો અને બ્રેડના નાના-નાના ટૂકડા કરીલો, હવે એક કઢાઈમાં ઘી ગરમ થવા દો, ત્યાર બાદ આ ઘીમાં બ્રેડના ટૂકડાને ગેસ પર ઘીમી આંચે સાંતળો , ગેસની આંચ ઘીમી રાખી બરાબર બ્રેડને ઘી માં ચમચા વડે ફેરતા રહેવું , હવે બ્રેડ બ્રાઉન થવા આવે એટલે તેમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરો, હવે ખાંડ નાખ્યા બાદ તેમાં મલાઈ અને દુઘ એડ કરીને ઘીમા તાપે ચમચા વડે બરાબર ફેરવા રહો, જ્યા સુધી મલાઈ અને દુધ બરાબર બ્રેડમાં સેટ ન થઈ જાય અને ઘી બ્રેમાંથી છૂટૂ ન પડે ત્યા સુધી બરાબર થવા દો,હવે ખાંડ પણ ઓગળી જશે અને દુઘ, મલાઈ પણ બરાબર બ્રેડમાં સેટ થઈ જશે, હવે ગેસ બંઘ કરીદો, એક બાઉલ કે ડીશમાંઆ હલવો લઈને તેના ઉપર કાજુ,બદામ અને પીસ્તા એડ કરી દો અથવા તો તમે તમારા ભાવતા બીજા ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરીને તેને સર્વ કરી શકો છો, તૈયાર છે ગરમા ગરમ બ્રેડનો હલવો. ખુબ જ ઓછી સામગ્રી અને ઓછી મહેનતમાં સ્વાદિષ્ટ હલવો તૈયાર છે.