Site icon hindi.revoi.in

સેનાને સરક્રીકમાં મળી શંકાસ્પદ બોટ, દ. ભારતમાં આતંકી હુમલાની આશંકાને લઈને કેરળમાં એલર્ટ

Social Share

ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જીઓસી લેફ્ટિનેન્ટ જનરલ એસ. કે. સૈનીએ ભારતના દક્ષિણ ક્ષેત્રમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે.

લેફ્ટિનેન્ટ જનરલ સૈનીએ સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં સરક્રીક વિસ્તારમાં બોટ જપ્ત કરાયાની જાણકારી આપી છે. તેમણે કહ્યુ છે કે અમને એવી જાણકારી મળી છેકે ભારતના દક્ષિણી વિસ્તારમાં આતંકી હુમલાની શક્યતા છે.

લેફ્ટિનેન્ટ જનરલ સૈનીએ કહ્યુ છે કે કેટલીક ખાલી છોડવામાં આવેલી બોટ્સ સરક્રીક વિસ્તારમાંથી જપ્ત કરાઈ છે. કહ્યુ છે કે અમે દરેક આતંકી સાજિશને પહેલા જ નિષ્ફળ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ.

તેમણે કહ્યુ છે કે બોટ જપ્ત કરાયા બાદ શંકાસ્પદ આતંકવાદીઓની તલાશ માટે અભિયાન ચલાવાય રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે સરક્રીક ગુજરાતના કચ્છ જિલ્લામાં બોર્ડર નજીક આવેલો 650 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર છે. તેને પાકિસ્તાને વિવાદીત વિસ્તારમાં ફેરવવા માટે દાવો કર્યો છે.

મહત્વપૂર્ણ છેકે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં લાગુ કલમ-370ને અસરહીન બનાવી છે,  ત્યારથી પાકિસ્તાન દ્વારા સતત તણાવ વધારવાની કોશિશો થઈ રહી છે. આતંકવાદી કાશ્મીર ખીણમાં અશાંતિ ફેલાવવા માટે સતત સાજિશો રચાઈ રહી છે.

કાશ્મીર ખીણમાં અસ્થિરતા ફેલાવવાની કોશિશમાં સરહદ પાર કરીને ઘૂસી આવેલા બે આતંકવાદીઓને તાજેતરમાં ઝડપી પાડવામાં આવ્યા હતા.

https://twitter.com/search?q=terror%20alert&src=typed_query&f=top

કેરળના ડીજીપી લોકનાથ બેહેરાએ રાજ્યના તમામ જિલ્લાઓમાં ટેરર એલર્ટ જાહેરકર્યું છે. કેરળના ડીજીપીએ દરેક જિલ્લા પોલીસને તમામ જાહેર સ્થાનો પર તકેદારી રાખવા આદેશ કર્યો છે.

Exit mobile version