ભારત-ચીન સીમા તણાવ વચ્ચે ઉત્તરાખંડ સીમા પર હલચલ -દેશની સરહદો પર સુરક્ષા વધારાઈ
- લદ્દાખ સીમા તણાવ બાદ સુરક્ષામાં વધારો
- ચીનની ગતિવિધિઓ પર દેશની બાજ નજર
- ઉત્તરાખંડ સીમા પર આઈટીબીપી તૈનાત
- ભારતની અનેક સરહદો પર જવાનો તૈનાત કરાયા
ભારત અને ચીન સીમા તણાવ સર્જાયો છે ત્યારે ચીન સીમા પર હાલની સ્થિતિ સામાન્ય જોવા મળી રહી નથી,આ બાબત વચ્ચે ભારતે સુરક્ષામાં વધારો કર્યો છે,ચીનને જવાબ આપવા માટે ભારત દરેક નોર્ચે સતર્ક છે આ બાબતે ગૃહમંત્રાલય તરફથી ચીન સાથે સંકળાયેલ સીમાઓ પાસે બાજ નજર રાખવાની કવાયત હાથ ધરી છે ભારત-નેપાળ-ચીન બોર્ડર પર સુરક્ષાના ભાગ રુપે અનેક સુરક્ષા કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે
મળતી માહિતી પ્રમાણે આઈટીબીરપી અને એસએસબી ને એલર્ટ કરવામાં આવી છે,આ હેછળ ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, લદ્દાખ અને સિક્કિમ બોર્ડર પર આઈટીબીપીની ઉપસ્થિતિમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.ઉત્તરાખંડના કાલાપાની વિસ્તાર કે જ્યા ભારત,ચીન અને નેપાળ ત્રણેય દેશની સીમા મળે છે ત્યા સુરક્ષાનો સખ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે એસએસબીની 30 કંપનીઓ એટલે 3 હજાર સૈનિકોને તૈનૈત કરી દેવામાં આવ્યા છે.આ પહેલા આ સૈનિકો કાશ્મીર અને દિલ્હીમાં તૈનાત હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારના રોજ ગૃહમંત્રાલયમાં બોર્ડર મેનેજમેન્ટના સચિવ અને આઇટીબીપી,એસએસબીના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠક બાદ ચીન, નેપાળ, ભૂટાન સહિત અન્ય સરહદો પર પણ તકેદારી વધારવાના આદેશ આપવામાં આવ્યા છે.
સાહીન-