ભારતનું નામ રોશન કર્યુઃ હિમા દાસે 15 દિવસમાં ચોથું ગૉલ્ડ મેડલ અને અનસે ત્રીજું ગોલ્ડ મેડલ જીત્યું
ભારતીય ફાસ્ટ રનર હિમા દાસે 15 દિવસની અંદર ચોથો ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે . હિમાએ બુધવારે ચેક રિપબ્લિકના તાબોર એથલેટિક્સ મીટમાં મહિલાઓની 200 મીટર રેસ 23.25 સેકન્ડમાં પુરી કરી હતી. જયારે નેશનલ રેકોર્ડ હોલ્ડર મોહમ્મદ અનસે પણ 400 મીટરની રેસમાં ગોલ્ડ મેડલ હાસિંલ કર્યું છે .અનસે 45.40 સેકેંડમાં રેસ પૂરી કરી હતી. આ જીત સાથે હિમા અને અનસે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ક્વોલિફાય કરી લઈને ભારતનું નામ રાશન કર્યું છે.
પ્રથમ ગૉલ્ડ મેડલઃ- 2 જુલાઈના રોજ પોઝનાન એથલેટિક્સ ગ્રાંડ પ્રિક્સમાં 200 મીટર દોડમાં જીત્યું હતું ,આ દોડ તેણે 23.65 સેકંડમાં પુરી કરી હતી.
દ્રિતીય ગોલ્ડ મેડલઃ- 7 જુલાઈના રોજ પોલેન્ડમાં ફૂટનો એથલેટિક્સમાં મળવ્યું હતું,જેમાં હિમાએ 200 મીટર દોડ 23.97 સેકંડમાં પુરી કરી હતી
તૃતિય ગૉલ્ડ મેડલઃ-13 જુલાઈનો રોજ ચેક રિપબ્લિકમાં થયેલી ક્લાંદો મેમોરિયલ એથલેટિક્સમાં મહિલાઓની 200 મીટર રેસને 23.43 સેકંડમાં પુરી કરીને ગૉલ્ડ મેડલ જીત્યું હતું.
જ્યારે અનસે 15 દિવસમાં 3 ગૉલેડ મેડલ અને એક કાંસ્ય જીત્યું
મોહમ્મદ અનસે 15 દિવસમાં દેશ માટે 3 ગૉલ્ડ મેડલ અને કાંસ્ય મેડલ જીત્યું છે ,ફૂટનો એથલેટિક્સ મીટમાં અનસે 400 મીટર રેસ 21.18 સેકંડમાં પુરી કરી જીત્યું હતું. પોઝનાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિકસમાં પુરુષોની 200 મીટરની રેસ 20.75 સેકંડમાં પૂર્ણ કરી. તે જ સમયે તે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.