- દિવાળી પહેલા દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા
- વિદેશી મુદ્રા ભંડોળએ બનાવ્યો નવો રેકોર્ડ
- દેશનો વિદેશી મુદ્રા ભંડાર વધીને 568.49 અબજ ડોલર પર પહોંચ્યો
નવી દિલ્લી: દિવાળી પહેલા દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા છે. દેશના વિદેશી હૂંડિયામણના ભંડારે એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ દેશનો વિદેશી મુદ્રા ભંડાર 6 નવેમ્બરના રોજ પૂર્ણ થયો છે જે બાદ સપ્તાહ દરમિયાન દેશનો વિદેશી મુદ્રા ભંડાર વધીને 568.49 અબજ ડોલર પર પહોંચી ગયો છે, જે સપ્તાહ દરમિયાન 7.77 અબજ ડોલરની વૃદ્ધિ દર્શાવે છે.
કોરોના કાળમાં અર્થવ્યવસ્થા નબળી જોવા મળી છે, પરંતુ દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત વધારો થયો છે, જે ભવિષ્યમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. વર્ષ 2020 દરમિયાન દેશના વિદેશી મુદ્રા ભંડારમાં આશરે 111 અબજ ડોલરનો વધારો થયો છે. 2019ના અંતમાં દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 457 અબજ ડોલર રહ્યા હતા.
મોદી સરકારના બીજા કાર્યકાળમાં દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 147 અબજ ડોલરનો વધારો થયો છે અને મોદી સરકારના બે કાર્યકાળમાં લગભગ સાડા છ વર્ષમાં તેમાં 256 અબજ ડોલરનો વધારો થયો છે. મે 2019 માં દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 421 અબજ ડોલર રહ્યા હતા અને મે 2014 માં તે 312 અબજ ડોલર હતું. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 119 અબજ ડોલરનો વધારો થયો છે.
ખરેખર વિદેશી મુદ્રા એટલે કે ડોલરનો સોથી વધુ ખર્ચ ક્રૂડ તેલ અને સોનાની આયાત પાછળ ખર્ચવામાં આવે છે, પરંતુ મોદી સરકારના કાર્યકાળમાં બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ નીચા સ્તરે રહ્યા છે અને વિદેશોમાંથી ક્રૂડની આયાત કરવા અગાઉની તુલનામાં ઓછા ડોલર ખર્ચ આવી રહ્યા છે. આ સિવાય દેશમાં સોનાની આયાતમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે અને તેના પર ડોલર ખર્ચમાં પણ ઘટાડો થયો છે. આ જ કારણ છે કે દેશના વિદેશી મુદ્રા ભંડાર ઝડપથી વધી રહ્યા છે.
_Devanshi