ભારતીય નૌ સેનાનું સામર્થ્ય વધ્યું, બેડામાં સામેલ થઈ ભારતમાં નિર્મિત સબમરીન ‘INS કવરત્તી’
- સ્વદેશી સબમરીન INS કરવત્તીથી સજ્જ ભારતીય નૌસેના
- આ પહેલા 3 સબમરીન સેનાને સોંપવામાં આવી હતી
- આ જહાજના 90 ટકા ઉપકરણો સ્વદેશી છે
- કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું
ભારત દેશ આત્મ નિર્ભર ભારત હેઠળ ત્રણેય સેનામાં ખુબ જ મહત્વના કાર્યો પાર પાડી રહ્યો છે, દેશની ત્રણે સેનાઓને અનેક સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવી રહી છે, ત્યારે ભારતીય નોસેનાના જનરલ પ્રમુખ એમએમ નરવણેએ ગુરુવારના રોજ વિશાખાપટ્નમમાં ભારતીય નૌસેનાને સબમરીન રોધી પ્રણાલી વિહીન આઈએનએસ કવરત્તી સોંપી હતી.
આ પ્રોજેક્ટ -28 હેઠળ દેશમાં જ નિર્માણ પામેલ 4 સબમરીનમાંથી આ છેલ્લી સબમરીન છે,આ પહેલા ત્રણ સબમરીન ભારતીય સેનાને સોંપવામાં આવી ચૂકી છે.વર્ષ 2003 માં ‘પ્રોજેક્ટ -28’ ને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત અન્ય ત્રણ યુદ્ધ જહાજો આઇએનએસ કમોર્ટા, આઈએનએસ કદમટ અને આઈએનએસ કિલ્ટાનનો સમાવેશ થાય છે.
સબમરીન INS કરવત્તીની વિશેતાઓ આ પ્રમાણે છે.
- આ યુદ્ધ જહાજમાં 90 ટકા ઉપકરણો સ્વદેશી છે
- તેના સુપરસ્ટ્રક્ચર માટે કાર્બન કમ્પોઝિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભારતીય શિપબિલ્ડિંગના ઇતિહાસમાં એક મોટી સફળતા છે.
- કરવત્તીની ડિઝાઇન ભારતીય નૌસેનાના આંતરિક નેવી ડિરેક્ટોરેટ જનરલ દ્વારા તૈયાર કરવામાં આવી છે
- કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.
- આઈએનએસ કરવત્તી સબમરીનને શોધવા માટે સ્વદેશ નિર્મિત અત્યાધુનિક હથિયારો અને સેન્સર સૂટ ક્ષમતાથી સજ્જ છે.
- એન્ટિ-સબમરીન લડાઇ ક્ષમતાને વધારવા માટે આ જહાજ વિશ્વસનીય આત્મ-સંરક્ષણ ક્ષમતાથી પણ સજ્જ કરવામાં આવ્યું છે અને તે લાંબા અંતરની કામગીરી માટેની ક્ષમતા ઘરાવે છે.
- આઈએનએસ કરવત્તીનું નામ વર્ષ 1971મા બાંગલાદેશને પાકિસ્તાનની ગુલામીમાંથી મૂક્તિ આપનારા યુદ્ધમાં પોતાના મિશન હેઠળ મહત્વનો ભાગ ભજવનારા ભૂતપૂર્વ આઈએનએસ કરવત્તીના નામથી પરાખવામાં આવ્યું છે, ભૂતપૂર્વ આઈએનએસ કવરાત્તી એ અરનાકલાસ મિસાઇલ યુદ્ધ જહાજ હતું.
- સાહીન-