- IMFની દરખાસ્ત
- પર્વતારોહણને ઉત્તેજન 405 શિખરો વિકસાવવા જોઈએ
- પર્વતારોહણ અને સાહસ-પ્રવાસન માટેની નોડલ સંસ્થાઓ સાથે યોજાયેલી સમીક્ષા-બેઠક
પર્વતારોહણ અને સાહસ-પ્રાવસન માટે મધ્યવર્તી સંસ્થાઓ સાથે એક સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠક દરમિયાન દરમિયાન કેન્દ્રના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી એવા પ્રહલાદ પટેલને આઈએમએફ દ્વારા એક અગત્યન માંગ કરાઈ હતી જે મુજબ ઇન્ડિયન માઉન્ટેઅરિંગ ફાઉન્ડેશન એ પ્રવાસનને વેગ આપવા તેમજ પર્વતારોહણને પ્રોત્સાહીત કરવા કરવા માટે હિમાલયક્ષેત્રમાં અન્ય ૪૦૫ નવા શિખરો વિકસાવવાની વાત કેન્દ્રીય મંત્રી પ્રહલાદને જણાવીને સરકારને દરખાસ્ત કરી હતી.
આ મળેલી બેઠકમાં આઇએમએફ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ, નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વોટર સ્પોર્ટસ, ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સ્કિઇંગ તથા માઉન્ટેનીઅરિંગ એન્ડ એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા વગેરે સંસ્થાઓના વડાઓએ હાજરી આપી હતી. આ સમય દરમિયાન પર્વતારોહણને પ્રોત્સાહન મળવાના હેતુથી અનેક બીજા નવા પ્રવર્તોનો પર્વતારોહણમાં સમાવેશ કરવાની રજુાત કરવામાં આવી છે.
પ્રવાસન મંત્રાલયની યાદીમાં જણાવ્યા પ્રમાણે, કેન્દ્રીય પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલે આ બેઠકમાં દેશમાં સાહસ-પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે અવનવી અનેક પ્રવૃતિઓની સમીક્ષા કરી હતી.આ બેઠકમાં ભાગ લેનાર તમામ સંસ્થાઓએ સાહસ-પ્રવાસન વિષેના વર્તમાન કોર્સ અને પ્રવૃત્તિઓ વિષે પોતપોતાનું પ્રેઝેન્ટેશન પણ રજુ કર્યું હતુ. અને દરેક એ પોતપોતાની વિચારધારા પ્રગટ કરી હતી.
આ બેઠકમાં ઇન્ડિયન માઉન્ટેરિંગ ફાઉન્ડેશન એ તાજેતરમાં જે રીતે પર્વતારોહણ કરવામાં આવે છે અને તેમાં કયા કયા શિખરોના સમાવેશ છે તે સમગ્ર બાબતે માહિતી આપી હતી, તેમણે કહ્યું કે તાજેતરમાં 137 નવા પર્વતો પર્વતારોહણ માટે વિકસાવ્યા છે, ત્યારે હવે હિમાચલ પ્રદેશ વિસ્તારમાં નવા 405 પર્વતો વિકસવાવા જોઈએ તેવું ,સુચન કરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષ દરમિયાન દશની સરકારે વિદેશીઓને પર્વતારોહણ-યાત્રા અને ટ્રેકિંગની તક મળે તે હતુસર વિશ્વના તૃતીય સૌથી ઊંચા- ૮૫૮૯ મીટર ઊંચા કાંચનજંગા સહિતના ૧૩૭ હિમાલયન શિખરો વિકસાવ્યા હતા. આ રીતે પ્રવાસનને વ્યાપક રીતે ઉત્તજેન પુરુ પાડ્યું હતી અને સાહસિકોની સાહસતામાં વધારો કર્યો હતો. તેઓને નવો જુસ્સો અને વેગ આપ્યો હતો.
સાહીન-