નવી દિલ્હી: ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના એક યુનિટે કાર નિકોબાર ટાપુ પરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. સેનાએ આની જાણકારી આપી છે.
ભૂમિસેના, નૌસેના અને વાયુસેનાની સંયુક્ત તાલીમ દરમિયાન 22 મેના રોજ આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સેનાએ કહ્યુ છે કે બ્રહ્મોસ મિસાઈલનું સફળ અને સુચારુ પરીક્ષણ કરવા માટે ઘણી એજન્સીઓની વચ્ચે સમન્વય હોય છે. આ સેનાના ત્રણેય અંગોને એકજૂટ કરવાનો પ્રયાસ હતો. જે તેમની આંતરીક એકજૂટતાના સર્વોચ્ચ માપદંડોને પ્રદર્શિત કરે છે.
તેમણે કહ્યુ છે કે મિસાઈલનું પરીક્ષણ 270 કિલોમીટર દૂર આવેલા એક વિશેષ લક્ષ્ય પર કરવામાં આવ્યું હતું.