- ભારત-ચીન લદ્દાખ સીમા વિવાદ યથાવત
- ભારતીય સેનાએ રાફેલને મેદાનમાં ઉતાર્યા
- રવિવારની સાંજે લદ્દાખની સરહદ પર રાફેલે ઉડાન ભરી
- ભારતીય વાયુ સેનાની હવે ચીન પર બાજ જનર
ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા તણાવ યથાવત જોવા મળી રહ્યો છે, છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલા વિવાદ બાદ હવે ફરી એકવાર ફોર્સ કમાન્ડર લેવલની બેઠક યોજાવાની વાતો થઈ રહી છે, ચીન સતત ભારતને ધમકી આપતું જોવા મળી રહ્યું છે, જો કે ચીનને દરેક વખતે મૂહતોડ જવાબ મળ્યો છે, ત્યારે હવે ભારતીય વાયુ સેનાની આગવી તાકાત એટલે કે, રાફેલ વિમાને આસમાનમાં પોતાની તાકાતને પ્રદર્શિત કરવાનું શરુ કર્યું છે, વિતેલા દિવસ રવિવારની સાંજના રાફેલ લડાકૂ વિમાનએ અંબાલા એરબેઝથી લદ્દાખ માટે ઉડાન ભરી હતી અને પરિસ્થિતિનું પરિક્ષણ કર્યું હતું , ઉલ્લેખનીય છે કે, રાફેલ વાયુસેનામાં સમાવેશ થતા ભારતીય વાયુ સેના વધુ મજબુત બની ચૂકી છે.
મળતી માહિતી મુજબ,સોમવારે પણ રાફેલ લડાકુ વિમાન લદ્દાખ અને લેહના આકાશમાં ઉડતા જોવા મળી શકે છે. સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય સેના એલર્ટ પર છે, તેમજ વાયુસેનાની હવે ચીન પર સતત બાજ નજર છે. આવી સ્થિતિમાં, વાયુસેનાના મિગ -29, તેજસ પહેલેથી જ ચીનની સરહદ નજીક પોતોનું પ્રદર્શન કરતા જોવના મળી ચૂક્યા છે.હવે વાયુસેનાએ રાફેલને પણ મેદાનમાં ઉતાર્યા છે, જે ચીનને ખુલ્લી ચેતવણી આપી રહ્યું છે, ઔપચારીક રીતે આ લડાકૂ વિમાન વાયુસેનામાં 10 દિવસથી સામેલ થયા છે આટલા જ દિવસોમાં હવે રાફેલ દુશ્મનોને ચેતવણી આપી રહ્યું છે, ઉલ્લેખનીય છે કે 10મી સપ્ટેમ્બરના રોજ રાફએલને વાયુ સેનામાં સત્તાવાર રીતે સમાલે કરવામાં આવ્યા હતા.
ચીન-ભારત વચ્ચે ચાલી રહેવા તણાવની સ્થિતિમાં લદ્દાખ સીમા પર સુખોઈ 30 એમકેઆઈ, જગુઆર, મિરાજ 2000, મિગ -29 અને હવે રાફેલ લડાકુ વિમાનને એર ફોર્સ દ્વારા લદાખ બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યું છે. જેની સતત ઉડાન ચીન પર નજર બાજ નજર રાખે છે.
વાયુસેના દિવસ-રાત ઉડાન ભરીને ચીન પર નજર રાખી રહ્યું છે. લડાકુ વિમાનો ઉપરાંત, અપાચે ચોપર્સ અને ચિનૂક હેલિકોપ્ટર પણ સામાન પહોંચાડવા અને સૈન્યની મદદ પહોંચાડી રહ્યા છે. રક્ષામંત્રી રાજનાથસિંહે થોડા દિવસો પહેલા જ સંસદમાં નિવેદન આપ્યું હતું કે, ભારત ચીન તણાવના મુદ્દાને વાટાઘાટો દ્વારા હલ કરવા માંગે છે, જો કે, હવે ભારતીય સેના કોઈપણ પરિસ્થિતિ માટે સજાગ અને તૈયાર છે તેઓ એલએસીમાં કોઈ ફેરફાર થવા દેશે નહી.
સાહીન-