ભારતમાં વિદેશની ટેકનીકથી હાઈવેનું કરાશે નિર્માણ
દિલ્હીઃ ભારતમાં કેન્દ્ર સરકારે બ્રિટીશ તેમજ યુરોપીય ટેકનીકથી દેશમાં કિફાયતી, મજબૂત અને પર્યાવરણ અનુકુળ રાષ્ટ્રીય રાજમાર્ગ (હાઇવે) બનાવવાની નીતિ પર મંજૂરીની મહોર મારી છે. તેમાં નવી ટેકનિક, વૈકલ્પિક સામગ્રી તેમજ વિદેશી કોડનો ઉપયોગ કરવામાં આવશે.
માર્ગ પરિવહન તેમજ હાઇવે મંત્રાલયે વૈકિલ્પક સામગ્રી અને નવી ટેકનીકનો પ્રયોગ કરવા સંબંધી આદેશ જાહેર કર્યા છે. તેમાં હાઇવે નિર્માણના ઇન્ડિય રોડ કોંગ્રેસ (આઇઆરસી) કોડ ધોરણો સિવાય બ્રિટીશ અને યુરોપના કોડના પ્રયોગ કરવાની મંજુરી અપાઇ છે.
મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકારના પ્રસ્તાવને મંજુર કરવાનો અધિકાર સંબંધી ક્ષેત્રીય અધિકારી-ચીફ એન્જિનીયરને રહેશે તેના માટે કંપનીએ માર્ગ પરિવહન મંત્રાલયના ધક્કા નહીં ખાવા પડે. બાદમાં આ પ્રોજેકટનો વિસ્તાર કરવામાં આવશે.