ભારતે સફળતાપૂર્વક કર્યું અત્યાધુનિક ટેક્નોલોજિકલ ડેમોન્સટ્રેટર મિસાઈલ વ્હીકલનું પ્રક્ષેપણ
અંતરીક્ષ અને સુરક્ષાના ક્ષેત્રમાં ભારત સતત ઈતિહાસ રચી રહ્યું છે. બુધવારે પણ એક નવો કીર્તિમાન ભારતે સ્થાપિત કર્યો છે. ભારતે બુધવારે તકનીક પ્રદર્શક મિસાઈલ વ્હીકલનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે.
ભવિષ્યના મિશનમાં ઘણી તકનીકોના ઉપયોગમાં આ પ્રક્ષેપણની મહત્વની ભૂમિકા હશે. આ પ્રક્ષેપણ બાલાસોરના તટથી દૂર અગ્નિ શ્રૃંખલાની મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ડીઆરડીઓએ ભવિષ્યમાં ઘણાં મિશનોને પૂર્ણ કરનારું એક મહત્વપૂર્ણ ટેક્નોલોજિકલ ડિમોન્સટ્રેટર મિસાઈલ વ્હીકલને લોન્ચ કર્યું છે.
આ પરીક્ષણ ડીઆરડીઓના વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને સચિવ સંજય મિત્રાની હાજરીમાં કરવામાં આવ્યું છે.