1. Home
  2. revoinews
  3. બોફોર્સ હવે પાકિસ્તાન બાદ ચીન પર વરસવા તૈયાર, ભારતે શરુ કર્યુ તોપનું સર્વિસિંગ કામ
બોફોર્સ હવે પાકિસ્તાન બાદ ચીન પર વરસવા તૈયાર, ભારતે શરુ કર્યુ તોપનું સર્વિસિંગ કામ

બોફોર્સ હવે પાકિસ્તાન બાદ ચીન પર વરસવા તૈયાર, ભારતે શરુ કર્યુ તોપનું સર્વિસિંગ કામ

0
Social Share

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. સૈન્યથી લઈને રાજકીય લેવલ સુધી બંને દેશો વચ્ચે બેઠકનો દોર ચાલી રહ્યો છે. જો કે, ચીને અંકુશ રેખા મુદ્દે પોતાનું અક્કડ વલણ અપનાવ્યું છે. બીજી તરફ ભારતીય સેનાએ સીમા ઉપર તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સીમા ઉપર ભારત અને ચીન દ્વારા સેનાને ખડકી દેવામાં આવી છે. ત્યારે કારગીલ યુદ્ધમાં પાકિસ્તાનને પછડાળ આપવામાં મહત્વની ભૂમિકા ભજવનાર બોફોર્સ તોપને સરહદ ઉપર તૈનાત કરવાની કવાયત શરૂ કરી છે. લદ્દાખમાં સતત 155 એમએમની બોફોર્સ તોપની સર્વિસિંગ અને મેઈન્ટેનન્સ શરૂ કરવામાં આવ્યું છે.

વર્ષ 1999માં કારગીલ યુદ્ધમાં બોફોર્સ તોપ ભારતીય સેના માટે અત્યંત મહત્વાના સાબિત થયાં હતા. આ તોપની મદદથી પાકિસ્તાન સામે ઉંચાઈ ધરાવતા પર્વરીય વિસ્તારોમાં બનાવાયેલા બંકરોને સરળતાથી નષ્ટ્ર કરી શકાયા હતા. આ તોપે પાક. સેનાને ભારે નુકસાન પહોંચાડું હતું. બોફોર્સ હોવિત્ઝર ટેન્ક 1980ના દાયકામાં તાપખાનાની રેજિમેન્ટમાં સામેલ કરવમાં આવ્યું હતું. બોફોર્સ તોપ હાઈ અને લો બન્ને એંગ્લ પર ફાયરિંગ કરવા સક્ષમ છે. અધિકારીઓના મતે આ તોપોને સમયાંતરે સર્વિસ કરવી પડે છે અને તેના માટે ટેકિનશિયનોને તૈનાત કરાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ભારતીય જવાનો એલએસી પર તૈનાત રહેશે. તેમના માટે ગરમ વસ્ત્રો સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code