- બ્રિટન અને ભારતે મિલાવ્યા હાથ
- બન્ને દેશઓ 5 પ્રોજેક્ટ પર સાથે મળીને કાર્ય કરશે
- બ્રિટન દ્રારા આ કાર્ય માટે 4 મિલિયન યુરોની મળશે મદદ
- એક વિષેશ પ્રકારના બેક્ટીરીયા વિશે કરશે સંશોધન
- આ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ 8 મિલિયન યુરો છે
તાજેતરમાં બ્રિટન દ્રારા કોરોનાની રસીનું પરિક્ષણ શરુ કરવામાં આવી ચૂક્યું છે,બ્રિટન હવે ભારત સાથે મળીને કાર્ય કરવા જઈ રહ્યું છે,આ પહેલા પણ આ બન્ને દેશોએ સાથે મળીને બેક્ટરેરીયા,એન્ટી બોડી સાથે સંકળાયેલ વિષયો પર સંશોધન કર્યુ હતું,ત્યારે બન્ને દેશોએ હવે નવા 5 પ્રોજેક્ટના રિસર્ચ માટે હાથ મિલાવ્યા છે.
આ રિસર્ચ હેઠળ એન્ટી માઈક્રોબાયલ રેજિસ્ટેન્સ વિષય બાબતે સાથે મળીને સંશોધન કરવામાં આવશે. આ રિસર્ચથી એક મહત્વની જાણકારી મળશે,જેના સામે આજે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે તેવા સમયે એક વિેષેશ પ્રકારના બેક્ટીરીયા વિશે જાણી શકાશે,આ સમગ્ર બાબતે બ્રિટનના મંત્રી લોર્ડ તારીક અહમદે 40 લાખ યુરોની સહાયતા કરવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે,ભારત એક એવો દેશ છે કે જે અનેક દવાઓ અને એન્ટી બોડી પર સંશોધનમાં એક મહત્વનો ભાગ ભજવે છે. આ સાથે જ ભારત એન્ટિમાઇક્રોબાયલ્સમાં સૌથી મોટું સ્થાન ધરાવે છે. આ મહત્વના કારણે જ બ્રિટને ભારત સાથે આવી આ બાબતે સંશોધનની દિશામાં આગળ વધવાનો નિર્ણય લીધો છે, જે મુજબ 5 પ્રોજેક્ટ પર રિસર્ચ કરવામાં આવશે,આ પ્રોજેક્ટ પર સાથે કામ કરવાની શરુઆત સપ્ટેમ્બરમાં થઈ શકશે,આ રિસર્ચ માટે યુકે તરફથી 40 લાખ યુરોની મદદ કરવામાં આવશે આ સાથે જ બીજી મદદ ભારત દ્રારા કરવામાં આવશે,પ્રોજેક્ટનો કુલ ખર્ચ 8 મિલિયન યુરો હોવાનું કહેવામાં આવી રહ્યો છે.
લોર્ડ તારીકના કહેવા મુજબ ભારત અને યુકે પહેલેથી જ કોરોનાની રસી બાબતે સાથે મળીને કામ કરી રહ્યા છે.તેમણે વધુંમા કહ્યુ કે,જો અમારા દ્રારા કરવામાં આવેલ આ પરિક્ષણ સફળ જશે તો અમે વિશ્વમાં આ વેક્સિન આપવાનું શરુ કરીશુ,તે ઉપરાંત અમે બન્ને દેશો સાથે મળીને વિશ્વ સ્તરે ઘણું બધુ કરવા ઈચ્છે છીએ જેથી કરીને જ અમે આ મહામારી સામે લડવા સાથે આવ્યા છીએ,
આ સમગ્ર બાબતે બ્રિટિશ હાઈ કમિશ્નરના જણાવ્યા અનુસાર, બ્રિટન સંશોધનના ક્ષેત્રે ખુબજ આગળ પડીને કાર્ય કરી રહ્યું છે અને તેમાં ભાગ લઈ રહ્યું છે, જેમાં મેડિકલ ક્ષેત્રે ભારતનો સાથ સહકાર મળે તે ખૂબ જરૂરી છે,ત્યારે હવે આ બન્ને દેશો 5 પ્રોજેક્ટના રિસર્ચ પર સાથે મળીને કાર્ય કરવા જઈ રહ્ય છે જેમાં. ઈલેક્ટ્રોર, એડવાન્સ્ડ મેટાજેનોમિક્સ, એન્ટિમિકોરોબાયલ રેઝિસ્ટન્સ એલિમિનેશન માટે સેન્સર્સ અને ફોટોકાટાલિસ, એંડોઆર-ચેન્નાઈ રિસર્ચ, એએમઆર ફ્લોસ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.હવે બન્ને દોશોની આગવી પ્રતિભઆથી આ રિસર્ચ કાર્ય હાથ ધરવામાં આવશે.જેમાં સફળતા મળતા કોરોના વારસની જાણકારી માટે ખુબ જ મહત્વની માહિતી પ્રાપ્ત થી શકે છે.
સાહીન-