ઈન્કમટેક્સના નિયમો પ્રમાણે સૌથી વધારે નોકરિયાત વર્ગ જ પિસાઈ રહ્યો છે. જ્યારે બિઝનસમેન અને કન્સલ્ટન્ટ દર મહીને વિભિન્ન હેડમાં ખર્ચ હેઠળ છૂટ પ્રાપ્ત કરી લે છે. જ્યારે પગારદારોના નિયોક્તા તેના વેતનમાંથી ટીડીએસ કાપી લે છે. તેનાથી તેના હાથમાં આવનાર પગાર મહત્વપૂર્ણ રીતે ઓછો થઈ જાય છે.
સ્થિતિ એ છે કે નોકરિયાત વર્ગને કન્સ્લટન્ટની સરખામણીમાં ત્રણ ગણો વધારે ટેક્સ આપવો પડે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, તેને આવી રીતે આસાનીથી સમજી શકાય છે. જો નોકરિયાત અને કન્સલ્ટન્ટની વાર્ષિક આવક 30 લાખ છે, તો કન્સલ્ટન્ટની સીધી 50 ટકા એટલે કે 15 લાખ રૂપિયાની આવક કરમુક્ત થઈ જાય છે. જ્યારે નોકરિયાત વર્ગના ખાતામાં માત્ર પ્રોફેશનલ ટેક્સ અને સ્ટાન્ડર્ડ ડિક્શનના રૂપમાં અનુક્રમે 2400 રૂપિયા અને 40 હજાર રૂપિયાની મુક્તિ મળે છે.
આના સિવાય બંને વર્ગ સેક્શન-80સી અને 80-ડી હેઠળ અનુક્રમે 150000 અને 25 હજારની છૂટ પ્રાપ્ત કરે છે. આ બધાં છતાં નોકરિયાત વર્ગની ટેક્સેબલ ઈન્કમ જ્યાં 2782600 રૂપિયા હોય છે, ત્યારે કન્સલ્ટન્ટની 1325000 રૂપિયાની આવક પર જ કર આપવાનો હોય છે. આ રકમ પર નોકરિયાત વર્ગ જ્યાં 673171 રૂપિયાનો ટેક્સ આપે છે, ત્યારે કન્સલ્ટન્ટને 218400 રૂપિયા ટેક્સ આપવાનો થાય છે. આમ કન્સલ્ટન્ટની સરખામણીમાં નોકરિયાત વર્ગ તરફથી અદા કરવામાં આવતો કર 200 ટકા વધારે છે.
આ સ્થિતિમાં નોકરિયાત વર્ગ આ વખતે બજેટમાં સરકાર અને નાણાં પ્રધાનથી સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં આ વખતેવધારે છૂટ ઈચ્છે છે. આના પહેલા 2019ના વચગાળાના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમને 40 હજારથી વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવી હતી. ડેનમાર્ક અને દક્ષિણ કોરિયા જેવા કેટલાક દેશ નોકરિયાત વર્ગને નિશ્ચિત આવક પર છૂટ આપે છે.
આ પહેલા ટ્રાવેલ અને મેડિકલ રિઈમ્બર્સમેન્ટ જેવી મહત્વપૂર્ણ છૂટવાળા એલાઉન્સિસની લિમિટમાં લાંબા સમયથી કોઈ વધારો થયો નથી. મોંઘવારી વધવા છતાં તે પહેલાની જેમ જ બનેલી છે. ઉદાહરણ માટે બાળકોનું એજ્યુકેશન એલાઉન્સિસ(100 રૂપિયા પ્રતિ માસ, બે બાળકો સુધી) અને હોસ્ટેલ એલાઉન્સિસ (300 રૂપિયા પ્રતિ માસ, મહત્તમ બે બાળકો સુધી)માં કોઈ પરિવર્તન થયું નથી.