1. Home
  2. revoinews
  3. કોરોનાના કહેર વચ્ચે ભારતની આ કંપનીઓ કોરોના વેક્સિનની શોધમાં જોતરાઈ
કોરોનાના કહેર વચ્ચે ભારતની આ કંપનીઓ કોરોના વેક્સિનની શોધમાં જોતરાઈ

કોરોનાના કહેર વચ્ચે ભારતની આ કંપનીઓ કોરોના વેક્સિનની શોધમાં જોતરાઈ

0
Social Share
  • હવે ભારતની આ સાત કંપની શોધશે કોરોનાની દવા
  • બોયોટેક કંપની દ્રારા માનવ પરિક્ષણ શરુ કરવામાં આવ્યુ છે
  • કોરોનાના સામે લડત આપવાના અથાગ પયત્નો થઈ રહ્યા છે

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે,ત્યારે દરેક દેશના વૈજ્ઞાનિકો કોરોના માટેની દવાની શોધમાં જોતરાયા છે,હવે ભારત પણ કોરોનાની દવાની શોધમાં લાગ્યુ છે,મીડિયા રિપોર્ટ અનુસાર ભારતની સાત જેટલી કંપનીઓ હવે કોરોનાની દવાની શોધમાં લાગી છે,સતત કોરોનાના વધતા કેસની વચ્ચે લોકોની ચિંતા પણ વ્યાપક પ્રમાણમાં વધી રહી છે.ત્યારે કેન્દ્રની સરકાર દ્રારા પણ કોરોનાના સામે લડત આપવાના અથાગ પયત્નો થઈ રહ્યા છે.

ભારતની ફાર્મા કંપનીઓ હવે કોરોના વેક્સિન પાછળ જોતરાઈ છે,ભારતની સાત કંપનીઓ જેવી કે બાયોટેક, સીરમ ઇંસ્ટિટયૂટ, જાયડસ કેડિલા, પેનેશિયા બાયોટેક, ઇંડિયન ઇમ્યૂનોલોજીક્સ, માયનવેક્સ અને બાયોલોજિકલ ઇ આ તમામ કંપની કોવિડ-19ની વેસ્કિન શોધવાના પ્રયત્નો હેઠળ જોતરાઈ ચૂકી છે જેમાં એક કંપની દ્રારા શઓધવામાં આવેલી કોરોનાની કોવેક્સિનનું માનવ પરિક્ષણ પણ કરવાનું કાર્. શરુ કરવામાં આવી ચૂક્યુ છે.

આ બાબતે તમામ નિષ્ણાંતોનું કહેવું છે કે, કોરોનાના રક્ષણ માટે અને તેને નાબુદ કરવાની વેક્સિન શોધવામાં વધુ સમય લાગી શકે છે. પરંતુ આ સમગ્ર બાબતે વૈજ્ઞાાનિકોએ એવી આશા પણ છે કે,થોડા સમયમાં કોરોના માટેની રસીની શઓધ કરી દેવામાં આવશે.

હાલ ભારત બાયોટેક અને કેડિલાને દવાના પરીક્ષણ માટેની પરવાનગી મળી ચુકી છે,તે સાથે જ માનવ પરિક્ષણ પણ શરુ કરવામાં આવી ચૂક્યા છે,આ સાથે જ એક કંપની સીરમ ઇંસ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાને પણ આશ છે કે,તેઓ પણ કોરોનાની દવા શોધી લેશે,અને તે ખુબ જ જલ્દી માનવ ટ્રાયલ માટે તૈયાર કરવામાં આવશે.

કોરોના વેક્સિનની શોધ બાબતે સીરમના સીઇઓ દ્રારા આ અગં કહેવામાં આવ્યું છે કે, ઓગસ્ટ મહિનામા ભારતમાં માનવ પર કોરોના રસીનું પરિક્ષણ શરુ કરવામાં આવશે,જાયડસ કેડિલાએ ત્યારે આ બાબતે કહ્યું હતું કે, અમારો પ્રયત્નો રહેશે કે આવનારા સાત મહિનામાં આ ક્લિનિકલ પરીક્ષણ પૂર્ણ કરી લઇશું તેવી આશ છે,જો કે આ બાબતે હવે ભારત બાયોટેએ પણ માનવ પરિક્ષણ શરુ કર્યું છે.જો આ માનવ પરિક્ષણ સફળ રહગેશે તો બીજા તબક્કે તેને ટ્રાયલ કરવામાં આવશે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code