નાણમંત્રી નિર્મલા સીતારમણે શુકર્વારે બજેટ બહાર પાડ્યુ હતું અને આ બજેટમાં ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે અને બ્લેકમનીને બહાર પાડવા માટે એક પહેલ કરવામાં આવી હતી જેમાં જો કોઈ પણ બેંક ગ્રાહક એક વર્ષની અંદર 1 કરોડથી વધુ રુપિયા ઉપાડશે તો તેને 2 ટકા TDS સરકારને આપવો પડશે. એટલે કે 1 કરોડ પાછળ 2 લાખ રુપિયા સરકારને આપી દેવા પડશે. જ્યારે એક વર્ષમાં એક કરોડની રકમ ઉપાડનારોની સંખ્યા દેશભરમાં કુલ 1 લાખ 75 હજાર છે.
ડાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુંજબ 2017 થી 2018માં અનેક કંપની, અનેક બેંક ગ્રાહકો તેમજ સંસ્થઆઓ મળીને કુલ 1 લાખ 75 હજાર લોકોએ 1 કરોડથી વધારે રકમ બેંકમાથી ઉપાડી છે જેમાંથી થોડા અંશે કાનુની રીતે યોગ્ય રાશી ઉપાડનારાઓ પણ છે તો બીજી બાજુ કાનુંની રીતે અયોગ્ય કહી શકાય તેવા લોકોનો પણ આમાં સમાવેશ થાય છે જેમાં એટીએમ મેનેજ કરનારી કંપનીઓ , વ્યાપારીઓ તથા સામાન્ય લોકો દ્વારા થતા બેંક વ્યવહાર સાચા હોય છે તો તેની સામે ધણા લોકો દ્વારા બનાવટી પાનકાર્ડનો ખોટો ઉલ્લેખ થયેલો પણ જોવા મળ્યો છે. જ્યારે આમ કરવાથી ભ્રષ્ટાચારનું વ્યાપક પ્રમાણ વધતું જાય છે જેને ધ્યાનમાં રાખીને જ આ 2 ટકા TDS વાળું બજેટ બહાર પાડવામાં આવ્યું છે જેને કારણે લોકો પોતાનો પાનકાર્ડ બતાવવા પર મજબુર થઈ જશે અને ખોટી રીતે પૈસા ઉપાડી શકશે નહિ અને જે પણ કઈ બેંક સાથે લેવડ-દેવડ થશે તેના પર સરકાર પુરી રીતે નજર રાખી શકશે.
મળતી વિગત અનુસાર 2017 થી લઈને 2018 સુધીમાં કુલ 1 લાખથી પણ વધારે પાનકાર્ડ ધારકોએ 1 થી 2 કરોડ કેશ ઉપાડ્યા છે તે ઉપરાંત પણ 500 કંપનો એવી પણ છે કે જેણે પોતાના ખાતામાંથી 100 કરોડ રુપિયાથી વધુ રોકડ લીધી હોય ,કિંમતની રીતે જો જોવા જઈએ તો કુલ રુપિયા ઉપાડનારાઓના અડધા રુપિયા જ 100 કરોડથી વધુ છે. સરકાર 50 લાખ રુપિયાથી વધુ રકમ લેનારનો પણ હિસાબ રાખે છે આ ઉપરાંત બેંક ધણા બચતખાતાઓના હિસાબ કિતાબ સરકારને આપે છે
સરકારે ડિઝિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને એક એક રુપિયાનો હિસાબ રાખવા માટે ઓનલાઈન ટ્રાંજેક્શનને વધુમાં વધુ સક્રીય કરી રહી છે દરેક નાના મોટા કામથી લઈને મોટી મોટી કંપનીઓ કે વ્યાપારીઓ હવે સરળતાથી ઓનલાઈન લેવડ-દેવડ કરી શકશે અને ઓનલાઈન ટ્રાજેંકશનના કારણે સરકારની નજર દરેક બેંક ગ્રાહકો પર રહેશે.