Site icon Revoi.in

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે માસ્ક નહીં પહેરનારને થશે રૂ. 1000નો દંડ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. એટલું જ કોરોનાની સરકારની ગાઈડલાઈનનું પાલન નહીં કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનાર પાસેથી અત્યાર સુધીમાં રૂ. 500નો દંડ વસુલવામાં આવતો હતો. જો કે, હવે આવતીકાલ મંગળવારથી માસ્ક નહીં પહેરનાર પાસેથી રૂ. એક હજારનો દંડ વસુલવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક પહેરવુ ફરજીયાત બનાવાયું છે. ત્યારે માસ્ક નહીં પહેરનાર પાસેથી રૂ. 200નો દંડ વસુલવામાં આવતો હતો. બીજી તરફ કોરોના વાયરસના કેસમાં થઈ રહેલા સતત વધારા વચ્ચે અનેક લોકો માસ્ક નહીં પહેરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેથી સરકાર દ્વારા લોકો નિયમનું પાલન કરે તે માટે દંડની રકમ વધારીને રૂ. 500 કરવામાં આવ્યો હતો. દરમિયાન કોરોના વાયરસના મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે માસ્ક નહીં પહેરનાર પાસેથી વસુલવામાં આવતા દંડની રકમ વધારીને રૂ. એક હજાર કરવાની ટકોર કરી હતી.

રાજ્યમાં હવે માસ્ક નહીં પહેરનાર પાસેથી વસુલવામાં આવતા દંડની રકમ રૂ. એક હજાર કરાઈ હોવાની સરકારે જાહેર કરી છે. આવતીકાલથી નવા દંડની વસુલાત કરવામાં આવશે. આમ હવે મંગળવારથી માસ્ક નહીં પહેરનાર પાસેથી રૂ. એક હજારનો દંડ વસુલવામાં આવશે.