અમદાવાદમાં બાંધકામના શ્રમિકો બસમાં વિનામુલ્યે કરી શકશે પ્રવાસ
અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં હવે બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા શ્રમિકો ફ્રીમાં મનપા સંચાલિક બસમાં મુસાફરી કરી શકશે. આ અંગે અમદાવાદ મ્યુનિ ટ્રાન્સપોર્ટ કમીટીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. એએમટીએસ દ્વારા બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા શ્રમિકોને બસ પાસ આપવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર બાંધકામ શ્રમિકોને સહાયરૂપ થવા માટે અગાઉ એએમટીએસ દ્વારા 20:80ની યોજના શરૂ કરવામાં આવી હતી. જે અનુસાર 20 ટકા શ્રમિક અને 80 ટકા રકમ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ભોગવતી હતો. જો કે, હવે તમામ રકમ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ભોગવશે. જેથી બાંધકામ શ્રમિકો વિનામુલ્યે મનપા સંચાલિક બસમાં મુસાફરી કરી શકશે.
બાંધકામ શ્રમિકોએ પોતાના આઈકાર્ડની ઝેરોક્ષ નકલ સાથે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં અરજી કરવાની રહેશે. ત્યાર બાદ તેમના બસ પાસ આપવામાં આવશે.