Site icon hindi.revoi.in

અમદાવાદમાં માસ્ક વગર પહેલા જ દિવસે 484 લોકોને રૂ. એક હજારનો દંડ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે સરકારે માસ્ક નહીં પહેરવા બદલ દંડમાં વધારો કરીને રૂ. એક હજાર કર્યો છે અને તેનો અમલ મંગળવારથી જ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદમાં મનપા તંત્ર દ્વારા માસ્ક નહીં પહેરનાર લોકોને ઝડપી લેવા ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે દંડની રકમમાં વધારો કરાયાંના પ્રથમ દિવસે જ અમદાવાદ શહેરમાં 484 લોકોને માસ્ક વગર પકડીને તેમની પાસેથી રૂ. એક હજાર લેખે કુલ રૂ. 4,84,000નો દંડ વસુલવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયાં છે. બીજી તરફ કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. બીજી તરફ અમદાવાદમાં અનેક લોકો માસ્ક નહીં પહેરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેથી આવા લોકોને ઝડપી લેવા માટે મનપા તંત્ર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. માસ્ક નહીં પહેરનારા સંખ્યાબંધ લોકો પાસેથી લાખો રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. સૌથી વધુ દંડ પુરુષોને થયો છે. અમદાવાદમાં તા. 9 અને 10 ઓગસ્ટે માસ્ક નહીં પહેરનારા 1269 લોકો પાસેથી 6.34 લાખનો દંડ વસૂલાયો હતો. જેની સામે મંગળવારે એક જ દિવસમાં 4.34 લાખનો દંડ લેવાયો છે. દંડની રકમમાં વધારો થતાં માસ્ક નહીં પહેરનારા લોકો પણ માસ્ક પહેરતા થયા હોવાનું મ્યુનિ.અધિકારીઓનું કહેવું છે. સૌથી વધુ 89 હજાર દંડ દક્ષિણ ઝોનમાંથી વસૂલ કરાયો હતો.

Exit mobile version