PTIના પૂર્વ MLAએ ઈમરાન ખાનની પોલ ખોલીઃઈમરાન ખાન લોકો પર અત્યાચાર કરે છેઃ-મોદી પાસે મદદની અપીલ
- પીટીઆઈના પૂર્વ ધારાસભ્યએ ઈમરાન પર લગાવ્યા આરોપ
- પાકિસ્તાનમાં થઈ રહ્યા છે તમામ લોકો પર અત્યાચાર
- ભારત પાસે માંગી મદદ
- ઈમરાનની ખુલી પોલ
- ઈમરાન ખાન પાકને વિનાશ તરફ લી જઈ રહ્યા છે
- ચીજ-વસ્તુના ભાવમાં દસ ગણો વધારો લઈ રહ્યું છે પાકિસ્તાન
મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહિન કરતા પાકિસ્તાન બોખલાયું હતુ અને ત્યાર બાદ એક પછી એક દાવપેચ ભારત સામે રમવા લાગ્યું, જો કે તેને તેમાં સફળતા મળી નહોતી,ત્યારે પોતાના જ દેશમાં ઈમરાન ખાનના નેતૃત્વ હેઠળ દેશની જનતા પર અત્યાચારો, જુલમો થઈ રહ્યા છે, તે ઈમરાન ખાનને દેખાતું નથી અને બીજાના દેશમાં ડોક્યુ કાઢે છે.ત્યારે આ સમયે પાકિસ્તાનના જ પીટીઆઈના બલદેવ સિંહ પૂર્વ ધારાસભ્યએ ઈમરાન ખાનની સચ્ચાઈ દુનિયા સામે મૂકી છે
ભારત સામે સતત બદલાની ભાવના રાખનાર અને ભારતની શાંતિને ભંગ કરવાનો બદઈરાદો ઘરાવનાર પાકિસ્તાનને હવે તેના જ દેશના લોકો અરીસો બતાવી રહ્યા છે, ત્યાના લોકો ઈમરાન ખાન પર થૂં કરી રહ્યા છે, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તેહરીક-એ-ઇન્સાફના ધારાસભ્ય એવા બલદેવ કુમાર સિંહ હવે પાકિસ્તાન છોડીને ભારત પાછા ફર્યા છે. પંજાબ પાછા આવ્યા બાદ તેમણે મીડિયા સામે એક બયાન આપ્યું હતુ કે ‘પાકિસ્તાનમાં લઘુમતીઓ પર કેવી રીતે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે’
ઉલ્લેખનીય છે કે બલદેવ કુમાર સિંહના પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતના બારીકોટ આરક્ષિત સીટના સભ્ય છે,તેઓ હાલ ભારતના પંજાબ રાજ્યના ખન્નામાં સ્થિત છે,બલદેવ કુમાર પોતાના પરિવાર સાથે પાકિસ્તાનથી પોતાની જાન બચાવીને ભારત પાછા ફર્યા છે.
બલદેવ કુમાર સિંહે કહ્યું કે “ઇમરાન ખાન પોતાના વચનો પ્રમાણે ચાલ્યા નતી, હું ત્યાં સુરક્ષિત નહોતો. ફક્ત મારા પર જ નહીં પરંતુ તમામ હિન્દુઓ અને શીખો પર ત્યા ખૂબ અત્યાચાર થઈ રહ્યા છે.જ્યારે મારા પર અત્યાચારનું પ્રમામ વધી ગયુ , ત્યારે હું પાછો ભારત આવ્યો. ઇમરાન ખાને તેમના એક પણ વચનો ખરી રીતે નિભાવ્યા નથી”.
એક મીડિયા રિપોર્ટમાં બલદેવે કહ્યું કે,”ઈમરાન ખાને હિન્દુ શિખ શું પરંતુ ત્યાના મુસલમાનો માટે પણ કઈ જ કામ કર્યું નથી,જે ચીજ વસ્તુના ભાવ પહેલા 500 રુપિયા હતા તે હવે 5 હજારમાં મળી રહી છે.ઈમરાન ખાનનું બદલાયેલું નવુ પાકિસ્તાનન તેમને મુબાકર,ત્યા હવે કઈ રહ્યું નથી”
તેમણે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનમાં રહેતા હિન્દુ-શીખોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે “તમારા લોકો પર થઈ રહેલા ત્યાચારો માટે તમારે અવાજ ઉઠાવવો જોઈએ તમારે તેની સામે લડવું જોઈએ, આ ઉપરાંત ચૂંટણી લડવી જોઈએ અને તમારે તમારા લોકો માટે કામ કરવું જોઈએ”.
બલદેવસિંહે એક મીડિયા રિપોર્ટમાં કહ્યું હતું કે, “પાકિસ્તાનમાં હાલના સમયમાં દરેક વ્યક્તિ ચિંતામાં છે, લઘુમતી હોય કે બહુમતી. ઇમરાન ખાને તેની સાથે હવે ચોર લોકોને જોડે રાખ્યા છે. તેમણે કહ્યું કે મોદી સાહેબ, મને આશ્રય આપો. માત્ર હું જ નહીં પરંતુ પાકિસ્તાનમાં ઘણા અન્ય હિન્દુ-શીખો પણ પરેશાન છે પીટીઆઈના પૂર્વ ધારાસભ્યએ કહ્યું હતું કે, આજે પાકિસ્તાનમાં દરેક લોકો અપમાનિત થઈ રહ્યા છે,ઇમરાન ખાનની પાર્ટી દ્વારા લોકો પર જુલમ કરવામાં વી રહ્યા છે ત્યા સુધી કે જુલમની હદ પાર થઈ ચૂકી છે. ઇમરાન ખાન હાલમાં પાકિસ્તાનને વિનાશ તરફ લઈ જઈ રહ્યો છે”.