દિલ્હીમાં આગામી 72 કલાકમાં મોસામ સામાન્ય થવાની અને ભીષણ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે.
દિલ્હીના હવામાન વિભાગ પ્રમાણે, દિલ્હી અને ઉત્તર ભારતમાં મોનસૂન આગામી 72 કલાકમાં દસ્તક દે તેવી શક્યતા છે.
હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં મોનસૂનની ગતિ જોતા કહી શકાય કે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને મધ્યપ્રદેસમાં આગામી 72 કલાકમાં વરસાદની શક્તા છે.
ઉત્તરપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. આ વિસ્તારોમાં સતત બે દિવસો સુધી વરસાદની સંભાવના છે.
tags:
north india