હાઈ બીપીના દર્દીઓએ ડાયટમાં સામેલ કરવા જોઈએ આ ફૂડ
હાઈ બીપીના દર્દીઓએ ડાયટમાં સામેલ કરવા જોઈએ આ ફૂડ
મોટા ભાગના લોકોને હાઈ બ્લડ પ્રેસર અથવા લો બ્લડ પ્રેસર થયા રાખતું હોય છે. ધમનીઓમાં લોહીનું દબાણ વધતું જવાના કારણે હાઈ બીપીની સ્થિતી સર્જાય છે. જેના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ રહે છે. હાઈ બ્લડ પ્રેશર માટે મોટા ભાગના લોકો અલગ – અલગ પ્રકારની દવાઓ લેતા હોય છે. જો કે, અમુક પ્રકારના પ્રાકૃતિક ઉપાયોથી પણ રાહત મળી શકે છે. જેના કારણે બીપી કંટ્રોલમાં આવી શકે છે. તો ચાલો જાણીએ હાઈ બીપીના દર્દીઓને ડાયટમાં કેવા પ્રકારના ફૂડ સામેલ કરવા જોઈએ…
પાલક
પાલક હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે… પાલકમાં મેગનીઝ, કૈરોટીન, આયરન અને ફોસ્ફરસની હાઈ માત્રા હોય છે, જે બ્લડ પ્રેશરના દર્દી માટે ફાયદાકારક હોય છે…
લસણ
હાઈ બ્લડ પ્રેશરને ઓછુ કરવા માટે લસણને ડાયટમાં સામેલ કરી શકાય છે… લસણને તમે કાચુ અથવા ભોજનમાં નાખીને પણ ખાઈ શકો છે… ગરમ પાણીમાં લસણનો રસ નાખીને પણ પી શકાય છે… તેને ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઠીક રહે છે..
ડુંગળી
ડુંગળીમાં ક્વેરસેટિન હાઈ માત્રામાં હોય છે… જે એક પ્રકારનું ફ્લેવોનોયડ્સ હોય છે. જે આપના બ્લડ વેલેસ્લને પાતળા કરવામાં મદદ કરે છે…ડુંગળીનું સેવન કરવાથી બ્લડ પ્રેશર તરત જ ઓછુ થઇ જાય છે….
આમળા
આમળાને ડાયટમાં સામેલ કરવાથી હાઈ બ્લડ પ્રેશર ઓછુ થાય છે…. જે બ્લડના સર્કુલેશનને સારુ બનાવે છે. આમળના ઉપયોગ ખાલી પેટ કરવો જોઈએ.
_Devanshi