દિલ્હીમાં કોરોના પર કાબુ મેળવવા રાજ્ય સરકારની નવી કવાયત, આરટી-પીસીઆર પરિક્ષણના ભાવમાં ઘટાડાના આદેશ
- દિલ્હી સરકારનો આદેશ
- આરટી-પીસીઆર પરિક્ષણ બનશે સસ્તું
- ભાવમાં ઘટાડો કરવાથી પરિક્ષણ કરનારાની સંખ્યા વધી શકે છે
- કોરોના પર કાબુ મેળવવા સરકારની નવી કવાયત
દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોના બેકાબુ બન્યો છે જેને લઈને રાજ્ય સરકાર અવનવા પગલા ભરીને કોરોના પર કાબુ મેલલાના અનેક પ્રયત્નો કરી રહી છે જો કે છત્તાં પણ કોરોનાનો ગ્રાફ દિલ્હીમાંમ સતત ઊંચો જ નોંધાઈ રહ્યો છે.
ત્યારે હવે કોરોના પર કાબુ મેળવવા રાજ્ય સરકારે નવી કવાયત હાથ ઘરી છે, હેઠળ દિલ્હીમાં આરટીપીસીઆરની તપાસ કરવા માટે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, સરકારે એક નિવેદન જારી કરતા કહ્યું છે કે, કોવિડ 19 અંગેની તપાસ હવેથી સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે કરવામાં આવશે, અને ખાનગી હોસ્પિટલોમાં આ તપાસના દર ઘટાડવામાં આવ્યા છે.
આ બાબાત સત્યેન્દ્ર જૈનનું કહેવું છે કે, થોડા સમયમાં આ બાબતને લઈને આદેશ જારી કરીશું, હાલ દિલ્હીમાં આરટીપીસીઆરની કિમંત 2 હજાર 400 રુપિયા છે જેને હવે સરકાર ઘટાડીને 1 હજાર કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે.જો કે અમૂક લોકોનું કહવું છે કે આ તપાસના દર 1 હજાર રુપિયાથી પણ નીચા કરવામાં આવી શકે છે
ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્રારા દિલ્હી સરકારને તપાસના ભાવ વધુ હોવા બાબતે ફટકાર લગાવવામાં આવી હતી, ત્યારે હવે વધતા કોરોનાના પર કાબુ મેયવલલા રાજ્ય સરકાર સતર્કબની છે અને તપાસના ભાવ ઘટડા અંગે વિચાર કરી રહી છે.
સાહિન-