‘હાઉડી મોદી’: પાકિસ્તાન પર બોલ્યા પીએમ મોદી, આતંક સામે નિર્ણાયક લડાઈનો સમય, ટ્રમ્પ સંપૂર્ણપણે સાથે
- હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમ ખાતે 50 હજારની જનમેદની
- ત્રણ ભાષા હિંદી, અંગ્રેજી અને સ્પેનિશમાં થશે કાર્યક્રમનું પ્રસારણ
- મોદી અને ટ્રમ્પ બંનેના કાર્યક્રમમાં સંબોધન
હાઉડી મોદી કાર્યક્રમ એનઆરજી સ્ટેડિયમ ખાતે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પીએમ મોદી મંચ પર લઈ જગયા હતા. મોદી અને ટ્રમ્પ બંને બેહદ ઘનિષ્ઠતાથી એકબીજાને મળ્યા હતા. એકબીજાની સાથે વાતચીત કરતા તેઓ એકસાથે કાર્યક્રમના મંચ પર પહોંચ્યા હતા. મોદી અને ટ્રમ્પ વચ્ચેની કેમેસ્ટ્રી અને બોડી લેંગ્વેજ જોતા બંને વચ્ચે ઘનિષ્ઠતા દેખાઈ રહી હતી.
હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમ પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચેની કેમેસ્ટ્રી મંચ પર પણ દેખાતી હતી. કાર્યક્રમની શરૂઆત થતા પહેલા અમેરિકા અને ભારતના રાષ્ટ્રગાન ગાવામાં આવ્યા હતા. ભારતનું રાષ્ટ્રગાન દિવ્યાંગ બાળક સ્પર્શ શાહે ગાયું હતું. બાદમાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું.
પીએમ મોદીનું સંબોધન
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે આ દ્રશ્ય અકલ્પનીય છે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો ધન્યવાદ. આ અપાર જનસમૂહની હાજરીમાં માત્ર સંખ્યા સુધી સીમિત નથી. આજે આપણે એક નવો ઈતિહાસ બનતો જોઈ રહ્યા છીએ, અને એક નવી કેમેસ્ટ્રી પણ જોઈ રહ્યા છીએ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું અહીં આવવું અને નેતાઓનું અહીં આવવું અમેરિકામાં રહેતા ભારતીયોનું સમ્માન છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે અહીંના પ્રશાસનનો ધન્યવાદ, જે મોસમમાં અચાનક આતા પરિવર્તન બાદ સ્થિતિને સંભાળી છે. મોદી એકલા કંઈ નથી, હું 130 કરોડ ભારતીયોના આદેશ પર કામ કરનારો વ્યક્તિ છું.
તેમણે કહ્યુ છે કે અમેરિકાના હ્યુસ્ટનમાં આયોજીત હાઉડી મોદી ઈવેન્ટમાં હાઉડીનો અર્થ થાય છે શું હાલ છે. આના સંદર્ભે વાત કરતા પીએમ મોદીએ ભારતની ઘણી ભાષાઓમાં જવાબ આપતા કહ્યુ કે ભારતમાં બધું સારું છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે આજે ભારતમાં વન જીબી ડેટાની કિંમત એક ડોલરના ચોથા ભાગની છે. એક જીબી ડેટાની વિશ્વમાં સરેરાશ કિંમત 25થી 30 ગણી વધારી છે. સસ્તો ડેટા ભારતમાં ડિજિટલ ઈન્ડિયાની મજબૂતાઈની ઓળક બની રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે અમે કોઈ દેશ સાથે મુકાબલો કરતા નથી, પરંતુ ખુદની સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ. આજે ભારત પહેલાથી ઘણું વધારે ઝડપથી આગળ વધવા ચાહે છે. ભારત પોતાની માનસિકતા બદલી રહ્યું છે, જેમને લાગે છે કે કંઈ જ બદલાઈ શકે નહીં. અમે મોટું લક્ષ્ય રાખ્યું છે અને વિશાળ પ્રાપ્ત કરી રહ્યા છીએ. અમે પાંચ વર્ષમાં 11 કરોડ એટલે કે 110 મિલિયનથી વધારે શૌચાલય બનાવ્યા છે. દેશમાં કુકિંગ ગેસ કનેક્શન પહેલા 55 ટકાની આસપાસ હતું. પાંચ વર્ષની અંદર અમે તેને 95 ટકા પર પહોંચાડી દીધું છે.
મોદીએ કહ્યુ છે કે માત્ર પાંચ વર્ષોમાં અમે 15 કરોડ એટલે કે 150 મિલિયનથી વધારે લોકોને ગેસ કનેક્શનથી જોડયા છે. ભારતમાં રુરલ રોડ કનેક્ટિવિટી માત્ર પહેલા 55 ટકાથી, જે અમે પાંચ વર્ષમાં 97 ટકા સુધી લઈ ગયા છીએ. માત્ર પાંચ વર્ષમાં અમે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 2 લાખ કિલોમીટરથી વધારે સડકોનું નિર્માણ કર્યું છે. 370 મિલિયનથી વધારે લોકોને અમે ગત પાંચ વર્ષોમાં બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે. જ્યારે લોકોની મૂળભૂત જરૂરિયાતોની ચિંતા સમાપ્ત થઈ રહી છે, તો મોટા સપના જોવાઈ રહ્યા છે અને વધુ પ્રાપ્ત કરવામાં પોતાની ઊર્જા લગાવી રહ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યુ છે કે અમારે ત્યાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનસનું જેટલું મહત્વ છે અને એટલું જ ઈઝ ઓફ લિવનું પણ છે. તેનો રસ્તો સશક્તિકરણ છે. જ્યારે સામાન્ય વ્યક્તિ સશક્ત થશે, તો દેશનો સામાજીક આર્થિક વિકાસ સરળતાથી થશે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે પહેલા કંપની રજિસ્ટ્રર કરવામાં બેથી ત્રણ સપ્તાહ લાગતા હતા, હવે 2 કલાકમાં જ રજિસ્ટ્રેશન થઈ જાય છે. પેહલા વીઝાને લઈને ઘણી મુશ્કેલીઓ હતી, તમે પ્રવાસી ભારતીયો વધારે જાણો છો, પરંતુ આઝે યુએસ ભારતના ઈ-વીઝા ફેસિલિટીના સૌથી મોટા યૂઝર્સમાંથી છે. મોદીએ કહ્યુ છે કે પહેલા ટેક્સ રિફન્ડ આવવામાં મહિનાઓ લાગતા હતા. આ વખતે 31 ઓગસ્ટના એક દિવસમાં લગભગ 50 લાખ લોકોએ પોતાના આઈટીઆઈ ઓનલાઈન ભર્યા છે. અમે ઘણાં જૂના કાયદા સમાપ્ત કર્યા છે. ટેક્સના જાળને સમાપ્ત કરીને જીએસટીને લાગુ કર્યો છે.
કલમ-370ને અમે ફેરવેલ આપી દીધી: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ છે કે સરકાર આસાન જીવનશૈલીની દિશામાં કામ કરી રહી છે. પાંચ વર્ષમાં 50 ટકા લોકોની પાસે બેંક ખાતા છે. ગેસ કનેક્શન 55થી 95 ટકા સુધી લોકોને મળી ગયા છે. 10 હજારથી વધારે સરકારી સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે. પહેલા ટેક્સ રિફન્ડ આવવામાં મહીનાઓ લાગી જતા હતા. પરંતુ અત્યારે હવે 10 દિવસમાં રિફન્ડ સીધું ખાતામાં ચાલ્યું જાય છે. તેમણે કહ્યુ છે કે ડઝનબંધ ટેક્સોની જાળને અમે ફેરવેલ આપી દીધી છે અને જીએસટી લાવ્યા છીએ.સાથે ભ્રષ્ટાચારની પણ વિદાઈ કરી રહ્યા છીએ. ભારતમાં એક દિવસમાં 50 લાખ લોકોએ ઈન્કમટેક્સ ભર્યો છે. ટેલિકોમ ક્ષેત્રમાં પણ ભારત ઝડપથી વધી રહ્યું છે. મોદીએ કહ્યુ છે કે અમે દેશમાં 3.5 કંપનીઓને ફેરવેલ આપી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને ફેરવેલ આપી દીધી છે.
આતંકવાદની સામે નિર્ણાયક લડાઈ જરૂરી: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ છે કે કેટલાક લોકો છે, જે અશાંતિ ચાહે છે અને આતંકવાદને પાળે પોષે છે. તેમની ઓળખ આખી દુનિયા સારી રીતે જાણે છે. પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યુ છે કે આતંકવાદની વિરુદ્ધ નિર્ણાયક લડાઈની જરૂરત છે. ભારતમાં ઘણું બધું થઈ રહ્યું છે. અમે ઘણું બધું કરવાના ઈરાદા પર ચાલી રહ્યા છીએ. તેમણે કહ્યુ છે કે ભારત સમસ્યાઓના પૂર્ણ સમાધાનની તરફ આગળ વધી રહ્યા છે. આજે દેશમાં હાઈગ્રોથનો તબક્કો આવ્યો છે. અમે પડકારોને ટાળી રહ્યા નથી, ટકરાઈ રહ્યા છીએ. મોદીએ કહ્યુ ભારતમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી લોકો ઉત્સાહિત છે.
મોદીએ ટ્રમ્પને સપરિવાર ભારત આવવાનું આમંત્રણ આપ્યું
પીએમ મોદીએ કહ્યુ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ આર્ટ ઓફ ધ ડીલમાં માહેર છે. હું તેમની પાસેથી શીખી રહ્યો છું. તેમની સાથે વાતચીતથી સકારાત્મક પરિણામ આવશે. આ દરમિયાન પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સપરિવાર ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. આખરમાં મોદીએ સ્ટેડિયમાં આવેલા તમામ લોકોનો આભાર માન્યો હતો અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે તમામનું અભિવાદન કરતા નીકળ્યા હતા.
લોકોનું મોદી અને ટ્રમ્પે હાથમાં હાથ નાખીને અભિવાદન કર્યું હતું. જુઓ વીડિયો
ભારત સાથે મળીને ઈસ્લામિક આતંકવાદ સામે લડીશું: ટ્રમ્પ
હાઉડી મોદી કાર્યક્રમમાં બોલ્યા પીએમ મોદી, વ્હાઈટ હાઉસમાં ભારતના સાચા મિત્ર છે ડોનાલ્ડ ટ્રમ્પ
ભારતના હિત માટે અત્યાર સુધીનો સૌથી સારો મિત્ર વ્હાઈટ હાઉસમાં છે: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાઉડી મોદી કાર્યક્રમમાં કહ્યુ છે કે ભારત અને અમેરિકા વચ્ચે આજે સંબંધો ઘણાં પ્રગાઢ થઈ ચુક્યા છે. હું તમને ભરોસો આપું છું કે ભારતના હિત માટે અત્યાર સુધીનો સૌથી સારો મિત્ર વ્હાઈટ હાઉસમાં છે. ભારતીય પીએમને આ વાતની ખબર છે. આપણા બંને દેશોના સંબંધ લોકશાહીના પાયા પર ઉભા છે. કાયદાના હિસાબથી બંને દેશોમાં શાસન ચાલે છે. બંને દેશોના બંધારણ વી ધ પીપલ જેવા ત્રણ મહાન શબ્દો સાથે શરૂ થાય છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમુદાયને ધન્યવાદ આપતા કહ્યુ છે કે તમે અમારી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે. તમે અમેરિકા માટે ઘણું યોગદાન આપ્યું છે.
ટ્રમ્પે કહ્યુ છે કે હું ભરોસાપાત્ર દોસ્ત ભારતીય વડાપ્રધાન મોદીનો ધન્યવાદ કરું છું. તે ભારત માટે ઘણાં સારા કામ કરી રહ્યા છે. કેટલાક મહીના પહેલા ભારતમાં ચૂંટણી થઈ અને લોકોએ પીએમ મોદી તથા તેમની પાર્ટી માટે મતદાન કર્યું. હું તેમને અભિનંદન આપું છું, પીએમને જન્મદિવસની શુભેચ્છા પણ આપું છું.
આ પહેલા પીએમ મોદીએ કહ્યુ હતુ કે બે મહાન રાષ્ટ્રો વચ્ચે માનવીય સંબંધ મજબૂત છે, હ્યૂસ્ટનથી લને હૈદરાબાદ, બોસ્ટનથી લઈને બેંગલુરુ, શિકાગોથી શિમલા, લોસ એન્જેલ્સથી લુધિયાણા, ન્યૂજર્સી સુધીના સંબંધ મજબૂત છે.
પીએમ મોદીએ અબકી બાર મોદી સરકારના પોતાના ચૂંટણીના સૂત્રોની તર્જ પર અમેરિકામાં સૂત્ર આપ્યું, અબકી બાર ટ્રમ્પ સરકાર. પીએમ મોદી કહ્યુ છે કે ટ્રમ્પનું લક્ષ્ય અમેરિકાને ફરીથી મહાન બનાવવાનું છે. તે અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબૂત કરી રહ્યા છે. તેમણે અમેરિકા અને દુનિયા માટે ઘણું બધું કર્યું છે.
ટ્રમ્પે કહ્યુ છે કે અંતરીક્ષમાં સહયોગ વધારવા પર અમે કામ કરી રહ્યા છીએ. બંન દેશ સંરક્ષણ સહયોગ પણ વધારી રહ્યા છે, બંને દેશોની સેનાઓ તાજેતરમાં સાથે કવાયત કરી છે. ક્ટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદથી નિર્દોષ લોકોને આપણે સાથે મળીને બચાવીશું.
ટ્રમ્પે કહ્યુ હતુ કે આગામી વર્ષે એનબીએ બાસ્કેટ બોલની રમત જોવા માટે હજારો લોકો મુંબઈમાં એકઠા થશે, શું પીએમ સાહબ હું આમંત્રિત છું? જો તમે બોલાવશો તો હું આવી શકું છું.
ટ્રમ્પે કહ્યુ કે હું તમારી સાથે બંને દેશોને વધુ સમૃદ્ધ બનાવવા પર કામ કરવા ચાહુ છું. અમેરિકામાં ભારતીય કંપનીઓ હજારો લોકોને રોજગાર આપી રહી છે. અમેરિકામાં અભૂતપૂર્વ નિવેશ થઈ રહ્યો છે. ભારત અને અમેરિકામાં અભૂતપૂર્વ રીતે રોકાણ થઈ રહ્યું છે, અમે પણ ભારતમાં આમ જ કરી રહ્યા છીએ.
ટ્રમ્પે કહ્યુ છે કે સીમા સુરક્ષા અમેરિકા માટે મહત્વપૂર્ણ છે અને ભારત માટે પણ સીમાની સુરક્ષા મહત્વપૂર્ણ છે. ગેરકાયદેસર ઈમિગ્રાન્ટ્સ એક ખતરો છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે હું તેમને ઘણીવાર મળ્યો છું, દરેક વખતે તેમનો વ્યવહાર ઉષ્માભર્યો, ઊર્જાપૂર્ણ અને મિત્રતાપૂર્ણ રહ્યો છે. હું તેમના નેતૃત્વની પ્રશંસા કરું છું.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરતા પીએમ મોદીએ કહ્યુ છે કે આજે અમારી સાથે એક મહત્વપૂર્ણ શખ્સ હાજર છે, તેમને કોઈ ઓળખની જરૂર નથી. તેમનું નામ ધરતીનો દરેક વ્યક્તિ જાણે છે.
પીએમ મોદીએ કહ્યુ કે આજે બે મોટા લોકતંત્રની દોસ્તીનો દિવસ છે. આજે ઈતિહાસ બનતો દુનિયા જોઈ રહી છે. મને 2017માં ટ્રમ્પે પોતાના પરિવાર સાથે મેળવ્યો હતો. પીએમ મોદીએ ક્હયુ કે ભારત અને અમેરિકાના સંબંધો ઘણાં સારા છે અને આપણે સાચા મિત્રો છીએ.
2017માં ટ્રમ્પે પોતાના પરિવાર સાથે મળાવ્યો હતો: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે આજે બે મોટા લોકતંત્રની દોસ્તીનો દિવસ છે. આજે ઈતિહાસ બનતો દુનિયા જોઈ રહી છે. મને 2017માં ટ્રમ્પે પોતાના પરિવાર સાથે મેળવ્યો હતો. આજે હું તમને મારા પરિવાર સાથે મેળવી રહ્યો છું. મોદીએ ક્હયુ કે ભારત અને અમેરિકાના સંબંધો ઘણાં સારા છે અને આપણે સાચા મિત્રો છીએ.
પીએમ મોદી બોલ્યા- અમેરિકામાં અબકી બાર, ટ્રમ્પ સરકાર
તેમણે પોતાના સંબોધનની શરૂઆત ગુડ મોર્નિંગ હ્યૂસ્ટન, ગુડ મોર્નિંગ ટેક્સસ, ગુડ મોર્નિંગ અમેરિકાથી કરી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે ટ્રમ્પ કોઈ પરિચયના મોહતાજ નથી. અબજો લોકો ટ્રમ્પના શબ્દે-શબ્દને ફોલો કરે છે. વિશ્વની રાજનીતિમાં ટ્રમ્પનું મોટું વજૂદ છે. મને ટ્રમ્પમાં હંમેશા પોતાનાપણું દેખાયું છે. તેમણે કહ્યુ કે અબકી બાર ટ્રમ્પ સરકાર.
હ્યૂસ્ટન ખાતે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેવા માટે એનઆરજી સ્ટેડિયમ ખાતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા છે. એનઆરજી સ્ટેડિયમ ખાતે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આવકાર્યા હતા.
મહાત્મા ગાંધીનાી વેશભૂષામાં આવેલા રમેશ મોદી નામના વ્યક્તિએ કહ્યુ છે કે મોદી અને ગાંધી એક જ છે, તેઓ સંતો, ફકીરો છે. ગાંધી ફકીર હતા. એકદમ સમાન સ્વભાવ. મોદીનું આ શહેરમાં સ્વાગત છે.
પીએમ મોદીએ અમેરિકાના હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ભવ્ય સ્વાગત બદલ ટ્વિટ દ્વારા ધન્યવાદ વ્યક્ત કર્યા છે.
હાઉડી મોદી કાર્યક્રમમાં વૈષ્ણવ જન ભજન ગાઈને મહાત્મા ગાંધીન શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
હાઉડી મોદીના મંચ પર પીએમ મોદી, સ્ટેડિયમમાં ઉમટયો ભારતીય સમુદાયના લોકોનો હુજૂમ
હ્યૂસ્ટનના મેયર સિલવિસ્ટર ટર્નરે ભારત અને અમેરિકાના સંબંધો પ્રત્યે સમ્માન અને એકજૂટતા પ્રદર્શિત કરતા પ્રતીકાત્મક ‘શહેરની ચાવી’ સોંપી હતી.
હાઉડી મોદી કાર્યક્રમમાં મંચ પર પહોંચેલા અમેરિકન સેનેટર ભારતીય સમુદાયના યોગદાનને યાદ કરીને તેના વખાણ કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમ પહોંચી ચુક્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પહોંચી ચુક્યા છે. અહીં ઉપસ્થિત વિશાળ જનમેદનીને બંને નેતાઓ સંબોધિત કરશે.
અમેરિકાના સેનેટરે કહ્યુ છે કે આપણે વ્યાપારિક મતભેદોને ઉકેલી શકીએ છીએ. અમેરિકાના સેનેટર જોન કોર્નિને ક્હ્યુ છે કે હું આના સંદર્ભે ખાસ કંઈ જાણતો નથી કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી ક્યાં વિષય પર વિચારવિમર્શન કરવાના છે. જો રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આજે કેટલીક ઘોષણાઓ કરવામાં આવે છે, તો મને આશ્ચર્ય નહીં થાય. આશા છે કે આપણે વ્યાપારીક મતભેદોને ઉકેલી શકીશું.
હ્યૂસ્ટનમાં યોગા પરફોર્મન્સ
હ્યૂસ્ટનમાં કોરિયન ડાન્સરે કથક કર્યું. હ્યૂસ્ટનમાં કોરિયન ડાન્સરે કથક પર શાનદાર પ્રસ્તુતિ કરી છે. આ દરમિયાન ગરબા પણ થયા, જેમા કલાકારોએ શાનદાર પ્રદર્શન પ્રસ્તુતિ આપી. આ દરમિયાન કલાકાર ડીજે પર પણ નૃત્ય કરતા દેખાયા હતા.
વડાપ્રધાન મોદીએ ટ્રમ્પે ટ્વિટને રીટ્વિટ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ટ્વિટને રીટ્વિટ કર્યો છે. પીએમ મોદીએ રિપ્લાયમાં લખ્યું છે કે હકીકતમાં આજનો દિવસ શાનદાર હશે. તમને મળવા માટે ઉત્સુક છું. મહત્વપૂર્ણ છે કે આના પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્મર્પે ઈન્ડિયા ટુડેના ટ્વિટને રીટ્વિટ કર્યું હતું.
હાઉડી મોદી કાર્યક્રમમાં ભારત દર્શન. ગુરુવાણી, દક્ષિણ ભારતીય કાર્યક્રમ, એકલા ચાલો રે, ગુજરાતી ગરબા સાથે સાંસ્કૃતિ કાર્યક્રમની સાડા સાત વાગ્યાથી થઈ શરૂઆત.
હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ થતા પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યુ કે હ્યુસ્ટનમાં આજે મારા દોસ્ત સાથે રહીશ. ટેક્સસમાં આજે મોટો દિવસ છે.
હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં નૃત્ય રજૂ કરતી ભારતીય સમુદાયની મહિલાઓની ટુકડી
હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમને ઉત્સાહભેર માણી રહ્યા છે, ભારતીય સમુદાયના લોકો.
હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેવા માટે હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમ ખાતે ટેક્સસના સાંસદ જૉન કૉર્નિન પહોંચ્યા છે.
હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના હજારો લોકો પહોંચી ચુક્યા છે. થોડીવારમાં પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ કાર્યક્રમમાં પહોંચી રહ્યા છે. 50થી વધારે અમેરિકન સાંસદો પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.
અમેરિકાના ડલાસના વતની મિટે કહ્યુ છે કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે ઉત્સાહિત છીએ. અમને આશા છે કે તેમને જ્ઞાન ભરેલી વાતો સાંભળવા મળશે. તેઓ દેશ અને દુનિયાભરના લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે.
સ્ટેડિયમમાં ઢોલ-નગારાની ગુંજ સંભળાઈ રહી છે. હાઉડી મોદી કાર્યક્રમ માટે એનઆરજી સ્ટેડિયમ ખાતે જનમેદની એકઠી થઈ ચુકી છે. આ દરમિયાન લોકોનો ઉત્સાહ જોવા લાયક છે. વંદે માતરમની સાથે મોદી-મોદીના સૂત્રો પણ સ્ટેડિયમમાં લાગી રહ્યા છે. કેટલાક લોકો સ્ટેડિયમાં “મંદિર વહી બનાયેંગે”ના સૂત્રો પણ પોકારતા દેખાઈ રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હ્યુસ્ટન જવા માટે નીકળી ચુક્યા છે. થોડીવારમાં તેઓ કાર્યક્રમમાં સામેલ થશે. મહત્વપૂર્ણ છે કે આ કાર્યક્રમમાં પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 100 મિનિટ સુધી હાજર રહેવાના છે, તે દરમિયાન ટ્રમ્પ 30 મિનિટ ભાષણ આપશે.
અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શીખ સમુદાયના લોકોને મળ્યા.
સ્ટેડિયમ ખાતે મોદીના ફેન્સ પહોંચવા લાગ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના સંબંધો પર આધારીત ભાષણ આપશે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 30 મિનિટ ભાષણ આપશે. હાલ હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમના ગેટ ખોલવામાં આવ્યા છે. હાઉડી મોદી કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થઈ ચુક્યો છે.
જન ગણ મનથી કાર્યક્રમની શરૂઆત થશે. અમેરિકાના હ્યુસ્ટન શહેરનું વાતાવરણ સંપૂર્ણપણે મોદીમય બની ચુક્યું છે. દરેક તરફ મોદી છવાયેલા છે. આજે હાઉડી મોદી ઈવેન્ટની શરૂઆત જન ગણ મનથી થશે. વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને હજારોની જનમેદનની સામે એક બેહદ ખાસ બાળક સ્પર્શ શાહ તેની શરૂઆત કરશે.
હાઉડી મોદી કાર્યક્રમમાં ઈન્ડિયન મુસ્લિમ એસોસિએશનના સદસ્ય પણ ખૂબ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અમેરિકામાં રહેતા ભારતીય મુસ્લિમોનું કહેવું છે કે તેઓ પીએમ મોદીનું સ્વાગત કરવા માટે તૈયાર છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાના હ્યુસ્ટન ખાતે કાશ્મીરી પંડિતોને મળ્યા હતા. વડાપ્રધાન મોદીને મળતાની સાથે જ કાશ્મીરી પંડિતો બેહદ ભાવુક થઈ ગયા હતા. તેમણે મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીર માટે ઉઠાવવામાં આવેલા પગલાના વખાણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ આપ્યા હતા. કાશ્મીરી પંડિતો સાથેની મુલાકાત દરમિયાન ડેલિગેશનના એક સદસ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ ચુમતા કહ્યુ કે સાત લાખ કાશ્મીરી પંડિતો તરફથી ધન્યવાદ આપ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે આ લોકોએ જે કષ્ટ સહન કર્યા તે પણ ઓછા નથી. વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત દરમિયાન કાશ્મીરી પંડિતો સાથે નમસ્તે શારદે દેવી શ્લોકનું પઠન કર્યું હતું. આ વખતે વડાપ્રધાનમોદી ઘણાં ઉત્સાહિત જોવા મળ્યા હતા. કાશ્મીરી પંડિતોએ પણ કહ્યુ હતુ કે અગેન નમો નમ:
અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમના સમર્થનમાં કેન્દ્રીય પ્રધાનોએ પોતાના ટ્વિટર એકાઉન્ટના પ્રોફાઈલ પિક્ચર બદલ્યા છે.
અમેરિકામાં હ્યૂસ્ટન ખાતે હાઉડી મોદી કાર્યક્રમ માટે એનઆરજી સ્ટેડિયમની બહાર ભારતીય સમુદાયના લોકો પહોંચવાના શરૂ થઈ ચુક્યા છે. મોદીને દેશ-દુનિયા માટે ગણાવ્યા પ્રેરણાસ્ત્રોત
હાઉડી મોદી કાર્યક્રમની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય 60થી વધારે અગ્રણી અમેરિકન સાંસદો પણ ભાગ લઈ રહ્યા છે.
હાઉડી મોદી ઈવેન્ટ માટે ખાસ કરીને હ્યૂસ્ટન આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારો એવો સમય વિતાવવાના છે. આ દરમિયાન ટ્રમ્પ એનઆરજી સ્ટેડિયમમાં લગભગ 30 મિનિટ ભાષણ આપશે. જેમા ખાસ કરીને ભારત અને અમેરિકાના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં 50 હજાર જેટલા ભારતીય મુળના અમેરિકનને મોદી અને ટ્રમ્પ બંને સંબોધિત કરશે.
વડાપ્રધાન મોદી 7 દિવસ સુધી અમેરિકાના પ્રવાસે છે. હ્યૂસ્ટનમાં મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે.
પીએમ મોદીનો શિડ્યુલ
23 સપ્ટેમ્બર- ક્લાઈમેટ સમિટને સંબોધિત કરશે
આતંકવાદ મામલે દુનિયાભરના નેતાઓ સાથે મુલાકાત
અમેરિકન કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે મુલાકાત
24 સપ્ટેમ્બર- યુએનએસજી તરફથી આયોજીત લંચમાં ભાગ લેશે.
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમમાં 3 વસ્તુઓની શરૂઆત કરશે.
ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે.
બ્લૂમબર્ગના સીઈઓને સંબોધિત કરશે
25 સપ્ટેમ્બર- CARICOMની બેઠકમાં ભાગ લેશે. ડોનાલ્ડ ટ્રમ્પ સહીત 20 નેતાઓની સાથે મુલાકાતની શક્યતા
27 સપ્ટેમ્બર- યુએજીએ સેશનને કરશે સંબોધિત
હાઉડી મોદી કાર્યક્રમનું ત્રણ ભાષાઓમાં જીવંત પ્રસારણ થશે. હિંદી, અંગ્રેજી સિવાય સ્પેનિશ ભાષામાં પણ આ કાર્યક્રમ જોઈ શકાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએનજીએ માટે ન્યૂયોર્ક રવાના થતા પહેલા અમેરિકન કોંગ્રેસના સદસ્યો સાથે વાતચીત કરશે. જો કે તેમની મુલાકાતનો ટાઈમ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યો નથી. વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રા દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેઓ ત્રણ વખત મુલાકાત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સપ્તાહની અમેરિકાની મુલાકાતે શનિવારે હ્યુસ્ટન પહોંચ્યા છે. પહેલા દિવસે પીએમ મોદીએ એનર્જી કેપિટલ હ્યુસ્ટનમાં એનર્જી સેક્ટરના સીઈઓ સાથે મુલાકાત કરી છે અને 50 લાખ ટન એલએનજીનો કરાર પણ થયો છે. આ સિવાય પીએમ મોદીએ હ્યુસ્ટનમાં ભારતીય સમુદાય, કાશ્મીરી પંડિતો અને વ્હોરા સમુદાયના લોકો સાથે મુલાકાત કરી છે.