ગૃહમંત્રી અમિત શાહ એ કોરોનાને આપી માત- રિપોર્ટ નેગેટિવ આવ્યો -થોડા દિવસ આઈસોલેશન હેઠળ રહેશે
- ગૃહમંત્રી અમિત શાહ એ કોરોનાને હરાવ્યો
- આજે અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો
- 2જી ઓગસ્ટથઈ હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર
- તેમણે પોતે આ બાબતે ટચ્વિટ કરીને આપી જાણકારી
- હજી થોડા દિવસ આઈસોલેશન રહેશે અમિત શાહ
દેશભરમાં કોરોનાના કેસનો વ્યાપ વધ્યો છે ત્યારે વિતેલી 2 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના પોઝેટિવ આવ્યા હતા.ત્યાર તેઓ સારવાર લઈ રહ્યા હતા, ત્યારે આજ રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, આ બાબતે અમિત શાહ એ શુક્રવારના રોજ ટ્વિટર પર ટ્વિટ કરીને પોતે જાણકારી આપી છે,તેમણે કહ્યું કે, ‘આજે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે,હું ઈશ્વરનો આભાર વ્યક્ત કરું છું’
आज मेरी कोरोना टेस्ट रिपोर्ट नेगेटिव आई है।
मैं ईश्वर का धन्यवाद करता हूँ और इस समय जिन लोगों ने मेरे स्वास्थ्यलाभ के लिए शुभकामनाएं देकर मेरा और मेरे परिजनों को ढाढस बंधाया उन सभी का ह्रदय से आभार व्यक्त करता हूँ।
डॉक्टर्स की सलाह पर अभी कुछ और दिनों तक होम आइसोलेशन में रहूँगा।— Amit Shah (@AmitShah) August 14, 2020
અમિત શાહએ કોરોના રિપોર્ટ નેગેટિવ આવવાની વાત ટ્વિટ કરીને લોકોને જણાવી હતી અને તેમણે કહ્યું કે,’આજે મારો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ભગવાનનો આભાર વ્યક્ત કરું છું અને આ ક્ષણે હું તે તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનુ કરું છું કે, જેમણે મારા સ્વાસ્થ્યના લાભ માટે મને શુભેચ્છા પાઠવીને મને અને મારા પરિવારને દીલાસો આપ્યો હતો તે તમામનો હ્દય પૂર્વક હું આભાર માનું છું, ડોકટરોની સલાહ મુજબ હજી થોડા દિવસ સુધી હું આઈસોલેશન હેઠળ રહીશ.
જ્યારે ગૃહમંત્રી અમિત શાહનો 2જી ઓગસ્ટના રોજ કોરોના રિપોર્ટ પોઝેટિવ આવ્યો હતો ત્યારે પણ તેમણે પોતે જ આ વાતની જનતાને જાણ કરી હતી,ત્યાર બાદ તેમને સારવાર હેઠળ મેદાન્તા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા,તેમને પોતોનામાં કોરોનાના લક્ષણો દેખાઈ આવતા તેમણે તરત જ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો,જો કે આજે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
સાહીન–