ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ચૂંટણી પંચના જાહેનામા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી કોંગ્રેસ
નવી દિલ્હી: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી થયેલી બે બેઠકો પર પણ પાંચમી જુલાઈએ ચૂંટણી થશે. કોંગ્રેસ બંને બેઠકો માટે જાહેર કરવામાં આવેલા ચૂંટણી પંચના જાહેરનામાને પડકારશે.
ચૂંટણી પંચના જાહેરનામા પ્રમાણે, અમિત શાહને લોકસભા ચૂંઠણી જીતવાનું પ્રમાણપત્ર 23મી મેના રોજ જ મળી ગયું હતું. જ્યારે સ્મૃતિ ઈરાનીને 24મી મેના રોજ મળ્યું. તેનાથી બંનેની ચૂંટણીમાં એક દિવસનું અંતર થઈ ગયું. તેના આધારે ચૂંટણી પંચે રાજ્યની બંને બેઠકોની ચૂંટણી અલગ-અલગ માની છે. પરંતુ ચૂંટણી એક જ દિવસે થશે.
આમ થવાને કારણે હવે બંને બેઠકો પર ભાજપને જીત મળી જશે, કારણ કે ત્યાં પ્રથમ પ્રાથમિકતા વોટ નવેસરથી નક્કી થશે, પરંતુ એકસાથે ચૂંટણી થઈ હોત, તો કોંગ્રેસને એક બેઠક મળી જાત. સંખ્યા બળના હિસાબથી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 61 વોટની જરૂર હોય છે.
એક જ બેલેટ પર ચૂંટણીથી ઉમેદવાર એક જ વોટ નાખી શખશે. આવી સ્થિતિમાં કોંગ્રેસ એક બેઠક આસાનીથી મેળવી લેત, કારણ કે તેની પાસે 71 ધારાસભ્ય છે. પરંતુ ચૂંટણી પંચના નોટિફિકેશન પ્રમાણે, ધારાસભ્ય અલગ-અલગ વોટ કરશે.
તેવામાં તેમને બે વખત વોટ કરવાનો મોકો મળશે. આમ ભાજપના ધારાસભ્યોની સંખ્યા 100થી વધારે છે, તેઓ બે વખત વોટ કરીને બંને ઉમેદવારોને જીતાડી શકે છે.