સૌથી અમીર બ્રિટિશરનો તાજ ફરીથી ભારતીય મૂળના હિંદુજા બંધુઓના સિરે, 22 અબજ પાઉન્ડની મિલ્કત
બ્રિટનના અમીરોની યાદીમાં ભારતીય મૂળના ભાઈઓનો દબદબો યથાવત છે. હિંદુજા બંધુઓ 22 અબજ પાઉન્ડ એટલે કે લગભગ બે લાખ કરોડ રૂપિયાની મિલ્કત સાથે આ યાદીમાં પ્રથમ સ્થાન પર છે. જ્યારે ભારતીય મૂળના જ રુબેન બંધુ 18.66 અબજ પાઉન્ડ એટલે કે અંદાજે 1 લાખ 69 હજાર 500 કરોડ રૂપિયાની મિલ્કતની સાથે બીજા ક્રમાંકે છે.

બ્રિટનમાં હિંદુજા સમૂહની કંપનીઓ દ્વારા સંચાલન કરનારા શ્રીચંદ અને ગોપીચંદ હિંદુજાની મિલ્કતોમાં ગત વર્ષના મુકાબલે 1.35 અબજ પાઉન્ડનો વધારો જોવા મળ્યો છે. આમ તેઓ સન્ડે ટાઈમ્સના સૌથી અમીર લોકોની યાદીમાં ફરી એકવાર ટોચ પર છે. આના પહેલા તેઓ 2014 અને 2017માં પણ અમીરોની યાદીમાં ટોચ પર રહી ચુક્યા છે.
અખબારમાં હિંદુજા સમૂહના 79 વર્ષીય સહચેરમેન જી. પી. હિંદુજાના પરિચયમાં લખ્યું છે કે બ્રિટન યુરોપિયન યુનિયનની બહાર નીકળે અથવા નહીં, ગોપીચંદ હિંદુજા એ વાતથી સંમત છે કે તે તેમના પરિવારના પૈતૃક દેશની સાથે સંબંધોને વધુ સારા કરી શકે છે.
મુંબઈમાં જન્મેલા 80 વર્ષીય ડેવિડ રુબેન અને 77 વર્ષીય સાઈમન રુબેન ગત વર્ષ આ યાદીમા ચોથા સ્થાને હતા. આ વર્ષે તેમની મિલ્કતોમાં 3.56 અબજ પાઉન્ડનો ભારે વધારો જોવા મળ્યો છે.
જ્યારે ભારતીય મૂળના એક અન્ય અબજોપતિ લક્ષ્મીનિવાસ મિત્તલની મિલ્કતોમાં 3.99 અબજ પાઉન્ડનો ઘટાડો જોવા મળ્યો છે. આવી રીતે તે ગત વર્ષના પાંચમા સ્થાનથી લપસીને આ વર્ષે 11મા સ્થાને પહોંચ્યા છે. ગત વર્ષ ટોચના સ્થાન પર રહેલા એક રાસાયણિક કંપનીના સંસ્થાપક સર જિમ રેટક્લિપ 18.15 અબજ પાઉન્ડની મિલ્કત સાથે ત્રીજા સ્થાન પર પહોંચ્યા છે.
હિંદુજા બંધુ આના પહેલા વર્ષ 2014 અને વર્ષ 2017માં આ યાદીમાં સૌથી ટોચના સ્થાન પર રહ્યા હતા. હિંદુજા બંધુઓની મિલ્કત ગત વર્ષથી 1.36 અબજ પાઉન્ડ વધીને 22 અબજ પાઉન્ડ થઈ ચુકી છે. આ વર્ષે બીજા સ્થાન પર રુબેન બંધુ છે. ડેવિડ અને સાઈમન રુબેન પ્રોપર્ટીના કારોબાર સાથે જોડાયેલા છે અને તેમની કુલ મિલ્કત 18.66 અબજ પાઉન્ડ છે. ચોથા સ્થાન પર સર લેન વ્બાવત્નિક છે, તેમની મિલ્કત 14.8 અબજ પાઉન્ડ છે. આ યાદીમાં બ્રિટનના સૌથી અમીર 1000 લોકોના નામ સામેલ છે.