- જયરામ સરકારનો મહત્વનો નિર્ણય
- હિમાચલપ્રદેશના ચાર જિલ્લામાં લગાવાયું નાઇટ કર્ફ્યુ
- શૈક્ષણિક સંસ્થાઓ 31 ડિસેમ્બર સુધી રહેશે બંધ
- કોરોનાના વધતા સંક્રમણને કારણે લેવાયો નિર્ણય
મનાલી: હિમાચલપ્રદેશ કેબિનેટની બેઠકમાં સોમવારે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતો. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હિમાચલપ્રદેશના ચાર જિલ્લા શિમલા, કુલ્લુ, મંડી અને કાંગડામાં રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગૂ કરવામાં આવશે. તે 24 નવેમ્બર મંગળવારથી લાગુ થશે. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે. 15 ડીસેમ્બર સુધી જનમંચ અને રાજકીય રેલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
શિક્ષકો 26 નવેમ્બરથી સ્કૂલોમાં બાળકોને ઓનલાઇન ભણાવશે. ઓનલાઇન અભ્યાસ શિયાળામાં પણ શરૂ રહેશે. શાળાના બાળકોને પ્રમોટ કરીને આગળના વર્ગમાં મોકલવામાં આવશે. દસમા અને બારમાની બોર્ડની પરીક્ષા માર્ચ 2021માં તમામ શાળાઓમાં લેવામાં આવશે. જો કે, 30 ટકા સિલેબસમાં ઘટાડો કરવામાં આવશે.
કોરોનાને કારણે તમામ કાર્યાલયોમાં ક્લાસ થ્રી અને ફોર્થ ક્લાસ કર્મચારી 50 ટકા જ આવશે. માસ્ક નહીં પહેરવા બદલ 1000નો દંડ વસુલવામાં આવશે. તમામ બસો 15 ડિસેમ્બર સુધી 50 ટકા ઓક્યુપેસી પર જ ચાલશે. કેબિનેટની બેઠકમાં સ્વાસ્થ્ય વિભાગએ કોવિડ અને તેની વેક્સીનની પ્રસ્તુતિ આપી હતી.
અહીં. હવામાન વિભાગે બુધવારે હિમાચલપ્રદેશમાં ભારે વરસાદ અને બરફવર્ષાની આગાહી કરી છે. જ્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આ સમયે કોલ્ડ વેવ શરૂ છે. આ સિવાય હવામાન કેન્દ્ર ખરાબ અથવા ખૂબ જ ખરાબ વાતાવરણની સંભાવનાને ધ્યાનમાં રાખીને વિવિધ રંગોથી સંબંધિત ચેતવણીઓ જારી કરે છે જે જીવન અને સંપત્તિ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સિમલા હવામાન કેન્દ્ર દ્વારા અગાઉ રવિવાર અને બુધવાર વચ્ચે વરસાદ અને બરફવર્ષાની આગાહી કરી હતી.
_Devanshi