નવી દિલ્હીઃ વર્ષ 2006માં અરજી કરનારના લગ્ન વાયુસેનાના ફાઈટર પાટલટ સાથે થયા હતા 2008માં તેઓને એક બાળક પણ હતું .ફાઈટર પાયલટે ફેમિલી કોર્ટમાં તલાક પર નિવેદન આપ્યુ હતું કે પોતાની પત્ની તેની જવાબદારીમાં લાપરવાહી દાખવે છે, કેવા કપડા પહેરવા તેની સભ્યતા પણ નથી જે એક એરફોર્સ ઓફિસરની વાઈફ તરીકે બરાબર નથી તે ઉપરાંત તેની પત્ની મોડી રાત્રે ઝધડા અને તેના સાથે મારપીટ પણ કરતી હતી જેના કારણે પાયલટે પોતાની નોકરી પડતી મુકીને ધરે આવી જવું પડતુ હતું આ તમામ બાબતને ધ્યાનમાં લઈને પત્નીએ કરેલી અરજીને અદાલતે ફગાવી હતી ને વધુમાં પાયલટે કહ્યું હતુ કે મારી પત્નીએ ક્યારેય આત્મહત્યાની કોશીષ કરી નથી માત્ર વારંવાર મને ધમકી આપતી હતી જેને લઈને પાયલટ હમેંશા તણાવમાં રહેતો હતો જ્યારે આટલા વર્ષ પછી આ કેસને લઈને હાઈકોર્ટે એક મહત્વનો નિર્ણય લીધો છે કે કોઈને પણ આત્મહત્યાની ધમકી આપવી કે આત્મહત્યા વિષે નોટ લખવી તે એક ગંભીર ગુનો ગણવામાં આવશે.
નવિન ત્રિપાઠીએ ફેમિલી કોર્ટમાં પડકાર ફેકનારી અરજી પર સુનાવણી બાદ દિલ્હી હાઈકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે ન્યાયમૂર્તિ જ્યોતિ સિંહ અને ન્યાયમૂર્તિ જીઓસ સીસ્તાનીએ ભારતીય વાયુસેનાના ફાયટર પાયલટના પક્ષમાં ચુકાદો આપતા કહ્યું છે કે આત્મહત્યાની ધમકી આપવી અથવા તો આત્મ હત્યા વિષયક ચીઠ્ઠી લખવી એ એક ગંભીર અને માનસીક અત્યાચાર છે ,અદાલતે પાયલટના હકમાં નિર્ણય લેતા કહ્યું હતુ કે વૈવાહીક જીવનમા તણાવ અને અવારનવાર ધમકી આપવી તમામ બાબતોની અસર તેની નોકરી પર પડી રહી છે જેના લીધે તેઓએ વગર કારણની રજાઓ પણ લેવી પડે છે ત્યારે આ પારિવારીક અદાલતે અરજીને ફગાવી હતી.
એક મહિલા ફેમિલી કોર્ટમાં 18 જુલાઈ 2018ના રોજ પોતાના પતિના સામે અરજી કરી હતી જેમાં મહિલાના પતિને છૂટાછેડાની સંમતિ આપવાની સાથે આ લગ્ન જીવનનો અંત લાવવામાં આવ્યો હતો ઉપરાંત અરજી કરનાર મહિલાની વાતોને માનવી મુશ્કેલ હતી તેનું કહેવું હતું કે મે મારા લગ્ન માટે કોઈજ પણ વેબ સાઈટ પર અકાઉન્ટ બનાવ્યું નથી મારુ અકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે આ વાત પર ન્યાયમૂર્તિએ જણાવ્યુ કે જો પરિવારે આમ કર્યુ હોય તો તેના વિષે તને પુરેપુરી જાણકારી હોવીજ જોઈએ અથવા તો તારી મરજીથી જ આમ કરવામાં આવ્યું હશે. ત્યારે અકાઉન્ટ હેક કરવાની બાબતમાં અરજી કરનાર મહિલા કોઈ પણ જવાબ કે સબુત આપી શકી ન હતી ત્યારે ફેમિલી કોર્ટે માન્યુ કે હેરાન કરવાના કામ છે આ કેસમાં તેના દ્વારા તેના પતિને માત્ર ધમકી આપી માનસિક રીતે પરેશાન કરવામાં આવી રહ્યો છે જેને લઈને હવે હાઈકોર્ટે આત્મહત્યાની ધમકીને એક ગંભીર અને માનસિક અતિયાચાર ગણાવ્યો છે.